Homeગુજરાતરાજકોટરાજકોટમાં કથિત રીતે જમીનનો સોદો રદ્દ થવા મામલે પટેલ વેપારીના ફ્લેટ પર...

રાજકોટમાં કથિત રીતે જમીનનો સોદો રદ્દ થવા મામલે પટેલ વેપારીના ફ્લેટ પર આરોપીએ કરી તોડફોડ

-

રાજકોટ : રાજકોટના રણછોડનગર વિસ્તારમાં કથિત રીતે સુરેન્દ્રનગરના શખ્સે ટોળકી સાથે કાવતરું રચી એપાર્ટમેન્ટનાં ફ્લેટમાં અને પાર્કિંગમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. આરોપી સહિતના 6 જેટલા શખ્સોએ નવાગામની જમીનના સોદા મામલે રૂપિયા પડાવવા વેપારીના ઘર પર હુમલો કર્યો હોવાની ફરિયાદનીની ફરિયાદ છે. ભોગ બનનારે ઘટનાને મોબાઈલમાં કેદ કરી લેતા ઘટનાનો કથિત વિડીયો પણ સામે આવ્યો છે. બનાવની ફરિયાદ લઈ શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે રાયોટીંગ અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેર (Rajkot City) ના રણછોડનગર વિસ્તારમાં આવેલા સદગુરૂ જ્યોત કોમ્પલેક્ષમાં રહેતા રાજેશભાઈ દિનેશભાઈ લીંબાસયાએ શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસ સ્ટેશને ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, સુરેન્દ્રનગરના જાની વડલા ગામના રહિશ રવુભા બહાદુરભાઈ ધાંધલ સહિતના 6 લોકો તેમના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવી તોડફોડ કરી ગયા છે. પોલીસે ઘટનાની વિગતો લઈ ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો- દારૂ ઘુસાડવાના એકદમ નવા કિમિયાનો થયો પર્દાફાશ: ચોંકાવનારો કિમિયો

ભોગ બનનારની ફરિયાદ મુજબ વર્ષ 2019માં તેમણે નવાગામમાં પટેલ વિહાર રેસ્ટોરન્ટ પાછળ આવેલા 4780 વાર પ્લોટનો સોદો રવુભા ધાંધલના પાર્ટનર સાથે વાસુરભાઈ મઢવી સાથે કર્યો હતો. આ સોદો કોઈ કારણે ચાર મહિના સુધી ચાલ્યો બાદમાં રદ્દ થયો હતો. પરંતુ તેમાં કોઈ પૈસાની લેતી દેતી થઈ ન હતી પણ રવુભા અવાનવાર ફોન કરી ધમકી આપતા હતા.

ત્યારે ગત સોમવારની રાત્રીના સમયે 6 અજાણ્યા શખ્સો સાથે રવુભા એન્ડેવર કારમાં ઘસી આવ્યા હતા. આરોપીઓ ધોકા-પાઈપ જેવા હથિયારો સાથે કોમ્પલેક્ષમાં ઘસી આવ્યા હતા અને ફરિયાદીના ફ્લેટની લોબામાં તોડફોડ કરી હતી. ફ્લેટના તળીયાના મજલે પડેલી પ્લાસ્ટિકની ખુરશીઓ પણ આરોપીઓએ તોડી નાખી આતંક મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા જ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

Must Read