Homeગુજરાતરાજકોટનારાજ રાજકોટ NSUIના પ્રમુખે ટ્વિટ કરી બળાપો ઠાલવતા કોંગ્રેસમાં ભંગાણ થવાના એંધાણ

નારાજ રાજકોટ NSUIના પ્રમુખે ટ્વિટ કરી બળાપો ઠાલવતા કોંગ્રેસમાં ભંગાણ થવાના એંધાણ

-

રાજકોટ : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં વિખવાદ પણ વધી રહ્યો છે. તાજેતરમાં જ ગુજરાત કોંગ્રેસ (Congress)ની વિદ્યાર્થી પાંખ NSUIના પ્રદેશ પ્રમુખ પદે નરેન્દ્ર સોલંકીની નિમણૂક કરવામાં આવી હતી. નિમણૂકથી નારાજ વિદ્યાર્થી નેતાઓએ કોંગ્રેસને અલવિદા કહ્યું હતું ત્યારે હવે સૌરાષ્ટ્રના પણ  વિદ્યાર્થી નેતા નારાજ હોય તેમ જણાય છે.

સૌરાષ્ટ્ર અને રાજકોટના કોંગ્રેસી નેતાઓએ સક્રિય વિદ્યાર્થી નેતાઓને યોગ્ય પદ માટે લેખીત રજૂઆત કરી હતી. પરંતુ આ મામલો કોઈ નિર્ણય નહીં થતા વિદ્યાર્થી નેતા કોંગ્રેસથી ખફા થયા છે. જેમાં રાજકોટ NSUI પ્રમુખ રોહિત રાજપૂતે (Rohit Rajput President NSUI Rajkot)તો ખુલીને નારાજગી પણ વ્યક્ત કરી છે. રોહિતે ટ્વિટ કરી લખ્યું છે કે, ‘મહેનત કરવા વાળની કદર કરજો, ગયા પછી બધા તેના વખાણ કરતા હોય છે, એ વખાણ નો શું મતલબ જે ગયા પછી થાય, ખબર નથી આગળ હજુ શું સ્થિતિ આવશે.’

રાજકોટ NSUI પ્રમુખ રોહિત રાજપૂતનું ટ્વિટ

રોહિત રાજપૂતે ભારોભાર નારાજગી વ્યક્ત કરતા શબ્દો સાથે કરેલી ટ્વિટમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, રામકિશન ઓઝા અને NSUI અધ્યક્ષ નીરજ કુંદન તેમજ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમજ પૂર્વ વિરોધ પક્ષન નેતા પરેશ ધાનાણીને ટેગ કર્યા છે.

કોંગ્રેસ આગેવોનામાં નરેન્દ્ર સોલંકીની NSUIના પ્રદેશ પ્રમુખ પદે નિમણૂકની સાથે જ રોષ ફાટી નિકળ્યો હતો. ત્યારે અમદાવાદના કેટલાક વિદ્યાર્થી આગેવાનો પક્ષ છોડી પણ ચૂક્યા હતા. હવે રોષની આ આગ સૌરાષ્ટ્રમાં ફેલાઈ છે. NSUIના કાર્યકરોનું માનવું છે કે યોગ્ય લોકોને હોદ્દા નથી મળતા અને રબ્બર સ્ટેમ્પને હોદ્દાની લહાણી કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, આ તકનો ફાયદો તાજેતરમાં જ કોંગ્રેસમાંથી બગાવત કરી ભાજપનો કેસરીયો ધારણ કરનાર હાર્દિક પટેલ લઈ શકે તેમ છે. કોંગ્રેસના આંતરીક વિખવાદથી હાસ્યામાં ધકેલાઈ જતા યુવાનો હાર્દિકનો સંપર્ક કરી નવા પક્ષમાં નવો માર્ગ પણ શોધવા નિકળી શકે તેવી ચર્ચાઓ છે. ત્યારે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ પણ કોંગ્રેસથી કેટલાક નારાજ વિદ્યાર્થી આગેવાનો માટે આકર્ષણ છે.

Must Read