Homeગુજરાતરાજકોટરાજકોટમાં સિવિલ હોસ્પિટલથી ઉઠાવી ચાલુ બસમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ

રાજકોટમાં સિવિલ હોસ્પિટલથી ઉઠાવી ચાલુ બસમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ

-

રાજકોટ : રાજકોટમાં ચાલુ બસમાં સગીર વયની દીકરી પર દુષ્કર્મની ચોંકાવનારી ફરિયાદ દાખલ થઈ છે. રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંઘી પોલીસે તાત્કાલીક આરોપીને ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સગીર વયની 16 વર્ષીય દીકરી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી બે સંતાનનો પિતા છે.

રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, રાજકોટમાં રહેતી અને 6 સંતાનોની માતા સૌથી નાના પુત્રને ખેંચ આવતા રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. જ્યાં તેની સાથે 16 વર્ષ અને 13 વર્ષની દીકરી તેમજ 10 વર્ષનો દિકરો પણ સાથે હાજર હતા. ફરિયાદમાં જણાવ્યા અનુસાર બાઈક ચાલકે 16 વર્ષની દીકરીને ફરવા લઈ જવા તેમજ રૂપિયા અને મોબાઈલની લાલચ આપી હતી. આમ તે દીકરીને સ્લીપર કોચમાં બેસાડી ચોટીલા ફરવા જવાનું કહી શહેરની ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી બસમાં બેઠો હતો.

બસમાં લઈ જઈ દીકરી પાસે સબંધ બનાવવાની માગ કરી હતી. આરોપીએ રૂપિયા 500 ની લાલચ પણ આપી હતી પરંતુ સગીરાએ સબંધ બનાવવાની ના પાડી હતી.

જોકે આરોપીએ બળજબરીથી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો સામે આવી છે. આ પછી તેણે બસ ઊભી રખાવી અને તે સગીરા સાથે નીચે ઉતરી ગયો. તે પછી એક કારમાં તેઓ પાછા ગ્રીનલેન્ડ ચોકડી આવ્યા અને ત્યાંથી તે બાઈક પર બેસાડી સગીરાને સિવિલ મુકી ગયો હતો.

વધુ વાંચો- જીપના બોનેટ પર સ્ટંટ કરતા રાજકોટના ગાયક કલાકારની પોલીસે કરી ધરપકડ

વધુ વાંચો- જામનગરના બેડી બંદર પર તાજેતરમાં જ ફીટ થયેલા બ્લોક ઉખડીને ઢગલો થયા

Read : Gujarati news Rajkot na

Must Read