Homeગુજરાતઆ રીતે છુપાવ્યું હતું મહિલાએ 5 કરોડનું ડ્રગ મુંબઈ એરપોર્ટ પર ઝડપાઈ

આ રીતે છુપાવ્યું હતું મહિલાએ 5 કરોડનું ડ્રગ મુંબઈ એરપોર્ટ પર ઝડપાઈ

-

Gujarati news : ડ્રગ્સ માફીયા ભારતમાં નશાનો કારોબાર કરવા માટે વિવિધ રસ્તા શોધી ડ્ર્ગ ઘુસાડી રહ્યાં છે. ત્યારે દેશભરમાં ડ્ર્ગ માફીયા અને પેડલર્સને પકડી પોલીસ કાર્યવાહી પણ થઈ રહી છે. એવામાં ગત 29 તારીખના રોજ મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર એક નવો જ કિમીયો કરી ડ્રગ ઘુસાડવા માટે થયેલો પ્રયાસ કસ્ટમ (Customs) સ્ટાફે નિષ્ફળ કર્યો છે. મહિલા પાસેથી ઝડપાયેલા ડ્રગને કેવી રીતે છુપાવ્યો હતો તેનું વિડીયો Video રેકોર્ડિંગ સામે આવ્યું છે.

મુંબઈ એરપોર્ટ પર એક મહિલા પેસેન્જરને (Female Passenger caught with drug) અટકાવી તેના સામનાની તપાસ કરવામાં આવી હતી. કસ્ટમ વિભાગે મહિલાના સામાનની તપાસ બાદ મહિલાના સેન્ડલની તપાસ કરતા કારસ્તાન ખુલી ગયું હતું. જેમાં મહિલા સેન્ડલમાં રૂપિયા 5 કરોડ આસપાસનું ડ્ર્ગ ભરી ભારતમાં ઘુસાડવા પેરવી કરતી ઝડપાઈ ગઈ હતી.

વધુ વાંચો- સુરતમાં એમ્બ્યુલન્સમાંથી 25.80 કરોડની નકલી નોટ મળી નોટ પરનું લખાણ ચકડોળે ચઢાવે છે

મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સે 29 સપ્ટેમ્બરે રૂપિયા 4.9 કરોડની કિંમતનો 490 ગ્રામ કોકેઈન સાથે એક મહિલા પેસેન્જરને ઝડપી લીધી હતી. જેને તેના સેન્ડલમાં બનાવેલી જગ્યામાં ચતુરાઈથી છુપાવ્યો હતો. જે મામલે કસ્ટમસે મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, મહિલા આ ડ્ર્ગ કોને આપવાની હતી અને કોની પાસેથી લાવી હતી તે મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...