Homeગુજરાતઅમદાવાદ‘કમિશનર હમારા લોચન શહેરા હૈ, પાની કે નામ પર બેહરા હૈ’ના નારા...

‘કમિશનર હમારા લોચન શહેરા હૈ, પાની કે નામ પર બેહરા હૈ’ના નારા સાથે બ્રશ, ટુવાલ સાથે કોંગ્રેસીઓનો વિરોધ: અમદાવાદ

-

Gujarati News Live – અમદાવાદ : ગુજરાતમાં લોકો ગરમીથી ત્રાહિમામ છે ત્યારે અમદાવાદ અને રાજકોટ શહેરમાં પાણી મામલે ધમાલ ચાલે છે. અમદાવાદાના પૂર્વ તેમજ પશ્ચિમના વિસ્તારમાં પાણીના ઓછા પ્રેશને લઈ લોકો ફરિયાદો કરી રહ્યાં છે. ત્યારે તેમની ફરિયાદનો નિકાલ કરવામાં નથી આવતોના આક્ષેપ થઈ રહ્યાં છે. જેના પગલે અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેટર અને વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરના બંગલા સામે આશ્ચર્ચજનક રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હાજર રહેલા કોંગ્રેસીનેતા, કાર્યકરતા તેમજ વિરોધ પક્ષના નેતા શહેજાદ પઠાણની પોલીસે અટકાયત કરી હતી.

અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી અંગે સમસ્યા સર્જાતા AMC- Ahmedabad Municipal Corporationના વિરોધ પક્ષના નેતા શહેજાદખાન પઠાણ સહિતના કોંગ્રેસી કાર્યકરો અને કોર્પોરેટર્સ અમદાવાદના લો ગાર્ડન પાસે આવેલા મનપા કમિશનર લોચન શહેરાના બંગલે પહોંચ્યા હતા. જ્યાં બંગલા બહાર કોંગ્રેસી વિરોધ પ્રદર્શનકારીઓએ પાણીની ડોલ, ટુવાલ, બ્રશ અને ડબલા લઈ વિરોધ પ્રગટ કર્યો હતો.

વધુ વાંચો: પાણીનું કૌભાંડ ઝડપાયું ! અમદાવાદમાં આ રીતે પાણીનો વેપાર કરતો શખ્શ પોલીસે ઝડપી પાડ્યો

Gujarati News Live પાણીની સમસ્યાની રજૂઆત કરવા બ્રશ-ટુવાલ લઈ કોંગ્રેસીઓનો વિરોધ: અમદાવાદ

સાથે જ વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ હાય રે કમિશનર હાય હાય…ના નારા પણ પોકાર્યા હતા. પાણી આપો… પાણી આપો…ની માગણી સાથે ઘસી આવેલા પ્રદર્શનકારીઓના હાથમાં ‘કમિશનર હમારા લોચન શહેરા હૈ, પાની કે નામ પર બેહરા હૈ’ જેવા પ્લે કાર્ડ્સ પણ જોવા મળ્યા હતા.

મનપા કમિશનર લોચન શહેરાના બંગલા બહાર વિરોધ કરી રહેલા કોંગ્રેસી કોર્પોરેટર, વિરોધ પક્ષના નેતા અને કાર્યકરોની પોલીસે અટક કરી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે 15 જેટલા લોકોની અટકાયત કરી હતી.

Must Read