Gujarati news Live વારાણસી : જ્ઞાનવાપી મસ્જિદનો ફરીથી સર્વે કરવાના મામલે એક અરજી વારાણસી કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેના પર બુધવારના રોજ કોર્ટ સુનવણી હાથ ધરશે. મંગળવારે સુનવણીમાં મોટો વળાંક આવ્યો જ્યારે કોર્ટે નિયુક્ત કરેલા કમિશનર વિરૂધ્ધ મીડિયામાં નિવેદનબાજી અને પ્રાઈવેટ કેમેરામેન રાખવાનો આરોપ લાગ્યો હતો. આ આરોપ મામલે કોર્ટે તેમને હટાવવાનો નિર્ણય લીધો હતો.
આ સાથે, બનારસ કોર્ટ બુધવારે શિવલિંગની માપણી અને વઝુખાનાની સુવિધાઓ અંગે હિન્દુ અને મુસ્લિમ પક્ષકારોની અલગ-અલગ અરજીઓ પર પણ સુનાવણી કરશે. મુસ્લિમ પક્ષ તરફથી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને વઝુખાનાની આસપાસનો વિસ્તાર સીલ કરવાના કોર્ટના આદેશની વાત કરી હતી. તેણે મસ્જિદના મુલાકાતીઓ માટે તે નાના તળાવમાંથી શૌચાલય, પાણીની પાઈપ અને માછલીઓને તે નાના તળાવમાંથી બહાર કાઢી અલગ લઈ જવાની માંગ કરી હતી. જ્યારે હિન્દુ પક્ષે શિવલિંગની ઊંચાઈ અને લંબાઈ માપવા માટે અરજી આપી હતી.
Gujarati News Live- વારાણસી કોર્ટ જ્ઞાનવાપી મસ્જિદના પુનઃ સર્વેની અરજી પર આવતીકાલે સુનાવણી કરશે
પરંતુ કોર્ટે બાદમાં સુનાવણી કરી હતી. શિવલિંગની માપણી મુદ્દે મુસ્લિમ પક્ષ તરફથી વાંધો માંગવામાં આવ્યો છે. જ્યારે શૌચાલય અને પાણીની પાઈપ વગેરે બાબતે હિન્દુ પક્ષ તરફથી વાંધો માંગવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટને જાણવા મળ્યું કે અજય મિશ્રાએ જ્ઞાનવાપી મસ્જિદના સર્વે માટે એક પ્રાઈવેટ વીડિયોગ્રાફરને રાખ્યો હતો અને તે આ કેસ સાથે જોડાયેલા મુદ્દાઓ પર સતત મીડિયામાં બોલતો હતો. આ કારણોસર તેમને કાર્યમુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.