28 C
Ahmedabad

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા ફોટા ફોરવર્ડ કર્યા

Published:

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ તો ચોંકાવનારી છે. જેમાં મહિલાના નામે કોઈ વ્યક્તિએ બોગસ લોન લીધી અને લોનની ચૂકવણી નહીં થતા લોનની ઉઘરાણી કરવા વાળા લોકો મહિલાના ફોટો વાયરલ કરવા લાગ્યા. એટલું જ નહીં મહિલાના વાયરલ કરેલા ફોટો Viral Photo નીચે બિભત્સ લખાણ પણ લખ્યું હતું. આ મામલાની જાણ થતા ફરિયાદી મહિલાએ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ Vadodara Crime Branch પાસે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ પાસે મહિલાએ કરેલી ફરિયાદ અનુસાર કોઈ વ્યક્તિએ ફરિયાદી મહિલાની જાણ બહાર બેન્ક ઓફ બરોડાની ઈન્સ્ટન્ટ લોન નામની એપ્લિકેશનથી Instant Loan Application ગત 21 એપ્રિલ થી 22 મે સુધીમાં રૂપિયા 1950ની લોન લઈ લીધી હતી. બાદમાં મહિલાને ફોન પર 4 અજાણ્યા નંબર પરથી ફોન આવવા લાગ્યા જેમાં 3 હજાર રૂપિયા વ્યાજની માંગણી કરાતી હતી. Instant Loan Applicationમાંથી લોનની ઉઘરાણીના નામે મહિલાને બદનામ કરી Vadodara News

મહિલાએ પોતે લોન નથી લીધી તેમ જણાવી વ્યાજ ભરવાની ના પાડી દેતા વ્યાજખોરો દ્વારા મહિલાના આધાર કાર્ડ સાથે ‘CALL GIRL 500 FOR NIGHT ’ આવું લખાણ લખી મહેલાના મોબાઈલમાં કોન્ટેક્ટ લીસ્ટમાં રહેલા તમામ નંબર પર મેસેજ કર્યો હતો. આ ઘટનાની ખબર પડતા મહિલા ચોંકી ઉઠી હતી.

મહિલાને સમાજમં બદનામ કરવા સક્રિય બનેલી હેલ્લો રૂપી લોન Hello Rupee Loan અને ઈનસ્ટન્ટ લોન સહિત 4 અજાણ્યા નંબર ધારકો સામે વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આ મામલે તપાસ આદરી છે.

Related articles

Recent articles