Homeરાષ્ટ્રીયઉત્તર પ્રદેશના તમામ મદરેસામાં રાષ્ટ્રગીત ફરજિયાત, શિક્ષણ બોર્ડનો નિર્ણય

ઉત્તર પ્રદેશના તમામ મદરેસામાં રાષ્ટ્રગીત ફરજિયાત, શિક્ષણ બોર્ડનો નિર્ણય

-

Gujarati News Live લખનૌ : હવે ઉત્તર પ્રદેશ UPના તમામ મદરેસામાં રાષ્ટ્રગીત થશે UP ના શિક્ષણ બોર્ડે Education Boardઆ આદેશ જાહેર કર્યો છે. ભાજપના નેતા અને UP સરકારમાં લઘુમતી કલ્યાણ, મુસ્લિમ વક્ફ અને હજ યાત્રા સાથે જોડાયેલા મંત્રી મોહસિન રઝાએ આ આદેશનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે, આવું કરવાથી બાળકોમાં દેશપ્રેમ વધશે અને તે શિસ્ત અને દેશભક્તિ શીખવશે.

આજરોજ ગુરૂવારે અહેવાલ મળ્યા છે કે, હવેથી તમામા મદરેસાઓ Madrasaમાં રાષ્ટ્રગાન National Anthem ‘જન ગણ મન’નું ગાયન ફરજિયાત કરવામાં આવ્યું છે. UPના મદ્રેસા શિક્ષણ બોર્ડના રજિસ્ટ્રાર એસ.એન. પાંડેએ આ 9 મેન રોજ આ આદેશ તમામ જિલ્લાના લઘુમતી કલ્યાણ અધિકારીને મોકલી આપ્યો હતો.

પાંડે એ કહ્યું કે, આ નિર્ણય 24 માર્ચે બોર્ડની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો. જેમાં તમામ મદરેસાઓમાં પ્રાર્થના દરમિયાન રાષ્ટ્રગીત ગાવાનું ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે રમઝાન પછી 12 મેથી તમામ મદરેસામાં નિયમિત વર્ગો શરૂ થઈ ગયા હતા અને આ આદેશ તે જ દિવસથી અમલમાં આવ્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે વર્ગો શરૂ થતા પહેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવશે, આ તમામ માન્ય, નાણાકીય સહાયતા અને બિન-આર્થિક સહાયિત મદરેસામાં લાગુ થશે.આદેશનું પાલન કરવા માટે જિલ્લા લઘુમતી કલ્યાણ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.

શિક્ષક સંઘ મદારિસ અરેબિયાના જનરલ સેક્રેટરી દિવાન સાહેબ જમાન ખાને જણાવ્યું હતું કે, “અત્યાર સુધી, મદરેસાઓમાં, વર્ગો શરૂ થતાં પહેલાં માત્ર હમ્દ (અલ્લાહને) અને સલામ (પયગમ્બર મુહમ્મદને સલામ) ગાવામાં આવતા હતા. અમુક મદરેસામાં રાષ્ટ્રગીત ગાવામાં આવતું હતું, પરંતુ તે ફરજિયાત નહોતું જેને હવે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

આ આદેશ યુપીના લઘુમતી કલ્યાણ મંત્રી ધરમપાલ સિંહના નિવેદન બાદ આવ્યો છે, જેમાં તેમણે મદરેસાઓમાં રાષ્ટ્રવાદનો પાઠ ભણાવવાની વાત કરી હતી. રાજ્ય મંત્રી દાનિશ આઝાદે પણ કહ્યું હતું કે સરકાર ઈચ્છે છે કે મદરેસાના વિદ્યાર્થીઓ દેશભક્તિથી ભરેલા હોય. હાલમાં યુપીમાં 16,641 મદરેસા છે, જેમાંથી 560ને નાણાકીય અનુદાન મળે છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....