Homeરાષ્ટ્રીયઆરોપીઓ પર જયપુર કોર્ટમાં ઉશ્કેરાયેલા ટોળાએ કર્યો હુમલો: કન્હૈયાલાલ હત્યા કેસ

આરોપીઓ પર જયપુર કોર્ટમાં ઉશ્કેરાયેલા ટોળાએ કર્યો હુમલો: કન્હૈયાલાલ હત્યા કેસ

-

Udaipur Murder Case : જયપુર : રાજસ્થાનના ઉત્તરપ્રદેશમાં કન્હૈયાલાલ દરજીની હત્યા બાદ રાજસ્થાન Rajasthanમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજરોજ શનિવારે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જયપુરમાં NIAની સ્પેશિયલ કોર્ટમાં આરોપી રિયાઝ, ગૌસ મોહમ્મદ, મોહસીન અને આસિફને લાવવામાં આવ્યા હતા. દરમિયાન વકીલો દ્વારા કોર્ટ પરિસરમાં ઉગ્ર સુત્રોચ્ચા કરવામાં આવ્યા હતા. કોર્ટ પરિસમાં વકીલો દ્વારા આરોપીઓને ફાંસીની સજા આપવા માંગણી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ જયપુર કોર્ટની બહાર ટોળાએ બંને આરોપી પર હુમલો કર્યો હતો.

ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યા કેસના આરોપીઓને શનિવારે કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આરોપીઓને NIA સ્પેશિયલ કોર્ટ, જયપુરમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપી રિયાઝ, ગૌસ મોહમ્મદ, મોહસીન અને આસિફને કડક સુરક્ષા હેઠળ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. તેઓને એટીએસ હેડક્વાર્ટરથી વિશેષ કોર્ટમાં એકસાથે રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન વકીલોએ કોર્ટ પરિસરમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. વકીલોના વિરોધ દરમિયાન ફાંસીની માંગ પણ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, ટોળાએ જયપુર કોર્ટની બહાર બંને આરોપીઓ પર હુમલો કર્યો હતો (Udaipur murder Accused attacked by angry crowd).

અહેવાલો મુજબ જયપુર કોર્ટ બહાર ટોળા દ્વારા બે આરોપી પર હુમલો કરવામાં આવતા વાતાવરણ ગંભીર બની ગયું હતું. બાદમાં રિયાઝ અખ્તારી અને ઘોસ મોહમ્મદે અન્ય એક વિડિયો શેર કર્યો હતો જેમાં તેઓએ હત્યા અંગે બડાઈ કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવાની ધમકી પણ આપી હતી.  

હત્યાની ચકચારી ઘટના બાદ આ મામલાની તપાસ નેશનલ ઈન્વેસટીગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવી હતી. NIAને આરોપી કસ્ટડી 12 જુલાઈ સુધી લંબાવવા મંજૂરી મળી છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....