Homeરાષ્ટ્રીયવસ્તી ગણતરી મામલે અમિત શાહનું મોટું નિવેદન, આગામી ગણતરી E-Census થશે જે...

વસ્તી ગણતરી મામલે અમિત શાહનું મોટું નિવેદન, આગામી ગણતરી E-Census થશે જે 100% સચોટ હશે

-

Gujarati News Live ગુવાહાટી : કેન્દ્રીય ગૃહ પ્રધાન શાહે જણાવ્યું હતું કે, 100 ટકા ગણતરી સુનિશ્ચિત કરવા માટે વસ્તી ગણતરી પ્રક્રિયાને ડિજીટલ Digital કરવામાં આવી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી વસ્તી ગણતરીમાં 100 ટકા ગણતરી થશે.

તેઓ કામરૂપ જિલ્લાના મુખ્યમથક અમીનગાંવ ખાતે વસ્તીગણતરી કામગીરીના નિર્દેશાલય આસામ Asam ની ઇમારતનું ઉદ્ઘાટન કર્યા પછી સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે વસ્તી ગણતરી અનેક પાસાઓને કારણે જરૂરી છે. આસામ જેવા રાજ્યો માટે આ વધુ મહત્વનું છે જે વસ્તી પ્રત્યે સંવેદનશીલ છે.

સૌ પ્રથમ ઓનલાઈન વિગત કોણ ભરશે ?

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે Amit Shah સોમવારે કહ્યું કે, આગામી ઈ-સેન્સસ E-Census આગામી 25 વર્ષની નીતિઓને આકાર આપશે. આ સંબંધિત સોફ્ટવેર લોન્ચ થયા બાદ હું અને મારો પરિવાર સૌ પ્રથમ ઓનલાઈન વિગતો ભરીશું.

નીતિ ઘડતરમાં વસ્તી ગણતરીની મહત્વની ભૂમિકા

કેન્દ્રીય ગૃહ પ્રધાન Union Home Minister Amit Shah એ પણ માહિતી આપી હતી કે જન્મ અને મૃત્યુ રજીસ્ટરને વસ્તી ગણતરી સાથે જોડવામાં આવશે. વર્ષ 2024 સુધીમાં દરેક જન્મ અને મૃત્યુની નોંધણી કરવામાં આવશે એટલે કે આપણી વસ્તી ગણતરી આપોઆપ અપડેટ થઈ જશે. તેમણે કહ્યું કે વસ્તી ગણતરી નીતિ ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. માત્ર વસ્તી ગણતરી જ કહી શકે છે કે વિકાસની સ્થિતિ શું છે, SC અને ST. પર્વતો, શહેરો અને ગામડાઓમાં લોકોની જીવનશૈલી કેવી છે.

Gujarati News Live- વસ્તી ગણતરી મામલે અમિત શાહ: આગામી ગણતરી E-Census થશે જે 100% સચોટ હશે

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...