Homeગુજરાતભાજપ સરકાર આપશે નહીં તમારૂ બધું ઝુંટવી લેશે: દાહોદમાં રાહુલ ગાંધીના સરકાર...

ભાજપ સરકાર આપશે નહીં તમારૂ બધું ઝુંટવી લેશે: દાહોદમાં રાહુલ ગાંધીના સરકાર પર ચાબખા

-

Gujarati News Live દાહોદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના ભણકારા વાગી રહ્યાં છે જેના કારણે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ ગુજરાત તરફ પ્રવાસ ખેડવા લાગ્યા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસના રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાત આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ આજરોજ દાહોદ ખાતે ‘આદિવાસી સત્યાગ્રહ રેલી’નું સંબોધન કર્યું હતું. જેમાં રેલીને સંબોધીત કરતા રાહુલે વર્તમાન ભાજપની સરકાર પર શબ્દના ચાબખા વરસાવ્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું કે આ કોઈ પબ્લિક મીટિંગ નથી આ એક સત્યાગ્રહની શરૂઆત છે. વર્ષ 2014માં પ્રધાનમંત્રી મોદી સત્તા પર આવ્યા, તેમણે જે કામ ગુજરાતમાં કર્યું તે જ કામ તેઓ આજે ભારતમાં કરી રહ્યાં છે જેને ગુજરાત મોડલ કહેવાય છે.

રાહુલ ગાંધી Rahul Gandhi એ કેન્દ્ર અને રાજ્યની ભાજપ BJP સરકાર પર વાગબાણ ચલાવાત કહ્યું કે, આજે બે ભારત બની રહ્યાં છે એક એમીરોનું અને બીજું ગરીબોનું. અમીરોના ભારતમાં મોટાભાગના લોકો અમીર છે જેની પાસે સત્તા, ધન અને અહંકાર છે. જ્યારે ગરીબોનું ભારત આમ જનતાનું હિન્દૂસ્તાન છે. કોંગ્રેસને બે ભારત નથી જોતા પણ એવું ભારત જોઈએ છે જેમાં સૌ માટે સમાન હક્ક હોય અને દરેકને તમામ સુવિધા મળી રહે.

Gujarati News Live ભાજપ સરકાર આપશે નહીં તમારૂ બધું ઝુંટવી લેશે: દાહોદમાં રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ આદિવાસી સત્યાગ્રહ રેલી સંબોધીત કરતા વધુ કહ્યું કે, દેશ એક ભારત હોવો જોઈએ, એક ભારતમાં દરેક લોકોને સમાન હક્ક અને તક મળવી જોઈએ. ગુજરાતમાં ખાનગીકરણ કરાઈ રહ્યું છે જેનો ફાયદો માત્ર 2-3 વ્યક્તિઓને જ થાય છે. આ માટે ગુજરાતના યુવાનોને એક સાથે મળી સંઘર્ષ કરવો પડશે, નહીં તો ભાજપ સરકાર તમને કંઈ આપશે તો નહીં પણ તમારૂ બધું ઝુંટવી લેશે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...