Homeઆંતરરાષ્ટ્રીયપેલેસ્ટાઈનમાં ભારતના પ્રતિનિધિ મુકુલ આર્યનું ભારતીય દૂતાવાસમાં મૃત્યુ, કારણ અકબંધ

પેલેસ્ટાઈનમાં ભારતના પ્રતિનિધિ મુકુલ આર્યનું ભારતીય દૂતાવાસમાં મૃત્યુ, કારણ અકબંધ

-

Gujarati news live today, આજના તાજા સમાચાર ગુજરાત : પેલેસ્ટાઈન ખાતેના રામલ્લાહ શહેરમાં ભારતના પ્રતિનિધિ મુકુલ આર્યનું Mukul Arya રવિવારે દુઃખદ અવસાન થયું.  ઘટનાની જાણ દેશના વિદેશ મંત્રી એસ. જયશંકર દ્વારા આપવામાં આવી હતી. તેમણે ટ્વિટ કર્યું કે રામલ્લાહમાં ભારતના પ્રતિનિધિ મુકુલ આર્યના મૃત્યુના સમાચાર સાંભળી તેઓ દુઃખી અને આઘાતમાં છે. ‘મુકુલ આર્ય પ્રતિભાશાળી અધિકારી હતા.  તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના.  ઓમ શાંતિ.’  આર્યના મૃત્યુના કારણ વિશે તાત્કાલિક કોઈ માહિતી મળી નથી. 

Gujarati news live today – પેલેસ્ટાઈનમાં ભારતના પ્રતિનિધિ મુકુલ આર્યનું ભારતીય દૂતાવાસમાં મૃત્યુ

ઉલ્લેખનીય છે કે આર્ય વર્ષ 2008 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી હતા તેમજ તેમણે કાબુલ અને મોસ્કો ખાતે પણ ભારતીય દૂતાવાસમાં ફરજ બજાવી હતી. સાથે જ તેઓ પેરિસના યુનેસ્કોમાં પણ ભારતના કાયમી પ્રતિનિધિમંડળમાં ફરજ બજાવી રહ્યા હતા. અગાઉ આર્ય નવી દિલ્હી ખાતેના વિદેશ મંત્રાલયમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. પેલેસ્ટાઈનમાં થયેલા તેમના નિધન પર પેલેસ્ટાઈની તંત્રના શિર્ષ અધિકારીઓ એ પણ શોક વ્યક્ત કર્યો છે.

વીડિયો: ભારત 1 મીનિટમાં સમજો ! ખાન સરના વાયરલ વીડિયો પર રવિના ટંડને આવું કહ્યું

પેલેસ્ટાઈન તંત્રના જણાવ્યા મુજબ તેઓ ભારતના વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે, જેથી મુકુલ આર્યના મૃતદેહને ભારત મોકલી શકાય.  પેલેસ્ટાઈનના વિદેશ મંત્રી રિયાદ અલ-મલિકીએ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ફોન પર વાત કરી અને આર્યના પરિવાર સાથે પણ સંપર્ક કરવામાં આવ્યો.  ઉલ્લેખનિય છે કે મુકુલ આર્ય એ દિલ્હી યુનિવર્સિટી અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી JNU માંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને પછી ભારત વિદેશ સેવામાં જોડાયા.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...