Homeરાષ્ટ્રીયતજિન્દર બગ્ગાની ધરપકડ પર 'કુરુક્ષેત્ર'માં 'મહાભારત' જેવો ઘાટ, દિલ્હી પોલીસ પંજાબ પોલીસ...

તજિન્દર બગ્ગાની ધરપકડ પર ‘કુરુક્ષેત્ર’માં ‘મહાભારત’ જેવો ઘાટ, દિલ્હી પોલીસ પંજાબ પોલીસ પાસેથી પરત લાવી

-

Gujarati News Live નવી દિલ્હી : આજરોજ શુક્રવારે સવારે દિલ્હીના ભાજપ પ્રવક્તા તજિન્દર સિંહ બગ્ગાની પંજાબ પોલીસે ધરપકડ કરતા રાજકારણ ગરમાયું હતું. પંજાબની મોહાલી પોલીસે સાયબર સેલમાં કેસ નોંધ્યો હતો. જે મામલે પોલીસે દિલ્હી બગ્ગાના ઘર પરથી ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે રાજકિય હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. દરમિયાન હરિયાણામાં પંજાબ પોલીસના વાહનના કાફલાને રોકી લેવામાં આવ્યો હતો અને હરિયાણા પોલીસે તેજિન્દર સિંહ બગ્ગાને દિલ્હી પોલીસને સોંપી દિધા હતા. આ ઘટનાને પગલે ‘કુરુક્ષેત્ર’માં ‘મહાભારત’ જેવો ઘાટ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ તજિન્દર સિંહ બગ્ગાને Tajinder pal Bagga લઈ દિલ્હી પોલીસ દિલ્હી પહોંચી ગઈ છે. હરિયાણા પોલીસે પંજાબ પોલીસનો કાફલો રોકી તજિન્દર સિંહ બગ્ગાને દિલ્હી પોલીસને સોંપ્યો હતો. બગ્ગાના અપહરણના કથિત આરોપ બાદ દિલ્હી પોલીસે પંજાબ પોલીસ વિરૂધ્ધ એફ.આઈ.આર. પણ નોંધી છે. દિલ્હી પોલીસે ફરિયાદના આધારે હરિયાણા પોલીસની Hariyana Police મદદ લઈ પંજાબના મોહાલી લઈ જવાતા બગ્ગાને દિલ્હી પોલીસને સોંપી દિધા છે. દિલ્હી પોલીસે તજિન્દર સિહં બગ્ગાના પિતાની ફરિયાદ પરથી પંજાબ પોલીસ વિરૂધ્ધ અપહરણના આરોપ સબબ ફરિયાદ નોંધી છે. હરિયાણા પોલીસે પંજાબ પોલીસના Punjab Police કાફલાને ઘેરી લઈ હરિયાણાના કુરૂક્ષેત્ર પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જ્યાં તજિન્દર સિંહ બગ્ગાને દિલ્હી પોલીસની Delhi Police ટીમ ત્યાં પહોંચી ગઈ હતી.

આ કેસને સામાન્ય નાગરિકો રાજકીય રમત કહેતા જોવા મળી રહ્યાં છે. જ્યારે જાણકારો આ ઘટનામાં રાજકીય દાવપેંચમાં પોલીસનો ઉપયોગ થઈ રહ્યો છે તેમ કહે છે. આ કેસ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ પંજાબ પોલીસનો બચાવ કરે છે. તેમનું કહેવું છે પંજાબ પોલીસે 5 નોટીસ મોકલ્યા છતાં બગ્ગા સહકાર આપતા ન હોય પોલીસે ધરપકડ કરી છે. ‘આપ’ના પ્રવક્તા સૌરભ ભારદ્વાજ નિવેદન આપતા જોવા મળ્યા કે સોશિયલ મીડિયા પર બગ્ગાએ અશ્લીલ અને દ્વેષપુર્ણ ભાષાનો ઉપયોગ કર્યો હતો.

Gujarati News Live તજિન્દર બગ્ગાની ધરપકડ બાદ દિલ્હી પોલીસ પંજાબ પોલીસ પાસેથી પરત લાવી

જ્યારે દિલ્હી ભાજપના નેતાઓ અને બગ્ગાના પિતા પંજાબ પોલીસ પર આક્ષેપ કરતા જોવા મળ્યા છે. બગ્ગાના પિતાએ તેજિન્દર સિંહની ધરપકડ કરવા આવેલા પોલીસ કર્મીએ તેમને પણ મુક્યો માર્યો અને ગેરવર્તન કર્યાનો આક્ષેપ કર્યો છે.

પંજાબ પોલીસે હરિયાણા પોલીસના ઉચ્ચ અધિકારીને પત્ર મોકલીને સ્પષ્ટતા કરી હતી કે આ અપહરણનો મામલો નથી અને હરિયાણા પોલીસ તેમને બિનજરૂરી રીતે રોકી રહી છે. દિલ્હી પોલીસે દાવો કર્યો હતો કે તેમને ધરપકડ અંગે કોઈ પૂર્વ માહિતી આપવામાં આવી નથી. જો કે પંજાબ પોલીસે આ આરોપોને નકારી કાઢતાં કહ્યું હતું કે, અગાઉની માહિતી આપવામાં આવી હતી અને તેમની એક ટીમ ગઈકાલ સાંજથી જનકપુરી પોલીસ સ્ટેશનમાં છે.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...