Homeઆંતરરાષ્ટ્રીયશ્રીલંકાના નવા પ્રધાનમંત્રી તરીકે સંસદમાં 1 બેઠક ધરાવતા રાનિલ વિક્રમસિંઘેની નીમણૂક

શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી તરીકે સંસદમાં 1 બેઠક ધરાવતા રાનિલ વિક્રમસિંઘેની નીમણૂક

-

Gujarati News Live કોલંબો: શ્રીલંકાના રાષ્ટ્રપતિએ આજરોજ ગુરુવારે વરિષ્ઠ નેતા રાનિલ વિક્રમસિંઘેને નવા વડા પ્રધાન તરીકે શપથ લેવડાવ્યા છે. શ્રીલંકાની Sri Lanka 225 સભ્યોની સંસદમાં રાનિલ વિક્રમસિંઘેની યુનાઈટેડ નેશનલ પાર્ટી (UNP) પાસે માત્ર એક જ બેઠક છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વિક્રમસિંઘેને વચગાળાના વહીવટનું નેતૃત્વ કરવા માટે તમામ પક્ષોનું સમર્થન છે. તેમની 6 મહિના માટે નિમણૂક કરવામાં આવી છે. UNP પ્રમુખ વી અબેવર્ધનેએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાનિલ વિક્રમસિંઘે Ranil Wickremesinghe નવા વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી તેઓ બહુમતી મેળવશે.

દેશની સૌથી જૂની પાર્ટી UNP 2020માં એક પણ બેઠક જીતી શકી ન હતી અને UNPના ગઢ ગણાતા કોલંબોમાંથી ચૂંટણી લડનારા વિક્રમસિંઘે પણ હારી ગયા હતા. વિક્રમસિંઘેના સાથી સાજીથ પ્રેમદાસાએ તેમનાથી અલગ થઈને અલગ પાર્ટી SJB બનાવી હતી જે મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ હતી.

Gujarati News Live શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી તરીકે રાનિલ વિક્રમસિંઘેની નીમણૂક

અર્થતંત્રને દૂરંદેશી નીતિઓ સાથે સંભાળી શકે તેવા નેતા તરીકે વિક્રમસિંઘે ઓળખાય છે. તેઓને આંતરરાષ્ટ્રીટ સહયોગ મેળવી શકે તેવા શ્રીલંકાના રાજનેતા પણ માનવામાં આવે છે. રાષ્ટ્રપતિ ગોટબાયા રાજાપક્ષેએ બુધવારે મોડી રાત્રે રાષ્ટ્રના નામે એક ટેલીવિઝન સંદેશો આપી પદ છોડવાથી ઈન્કાર કર્યો પરંતુ એક જ અઠવાડીયામાં નવા પ્રધાનમંત્રી અને યુવા મંત્રીમંડળનું વચન આપ્યુ હતું.

Must Read