Homeગુજરાતરાજકોટરાજકોટમાં જુગારીઓને પોલીસનો ખૌફ નથી ? કે જાહેરમાં જુગાર રમવાનો ક્રેઝ છે...

રાજકોટમાં જુગારીઓને પોલીસનો ખૌફ નથી ? કે જાહેરમાં જુગાર રમવાનો ક્રેઝ છે ?

-

રાજકોટ ન્યુઝ : રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશને તારીખ 2ની સાંજથી તારીખ 3ની વહેલી સવાર સુધીમાં 5 કેસ નોંધ્યા છે. પોલીસે નોંધેલા 5 માંથી ત્રણ ગુનાના આરોપીઓ જાહેરમાં જુગાર રમતા હતા. આ આંકડા પરથી સમજી શકાય છે કે રાજકોટમાં જુગારીઓમાં પોલીસનો કેટલો ખૌફ છે.

રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્લમ ક્વાર્ટર રામાપીરના મંદિર પાસેથી જાહેરમાં જુગાર રમતા આરોપી ઝડપાયા હતા. આ સ્થળ પરથી રૂપિયા 11,600ની રોકડ સાથે 4 આરોપીને પકડી પાડ્યા હતા. પ્રદ્યુમનનગર પોલીસે આરોપી વિજય અશોકભાઈ વાઘેલા, જીતેશભાઈ બારૈયા, નિલદીપ મહેન્દ્રભાઈ ઝાલા, રવિ શંકરભાઈ મકવાણાને  સ્થળ પરથી જ પકડી પાડ્યા હતા. જ્યારે બે આરોપી રોહિત વિજયભાઈ વાઘેલા, નરેશ જયંતિભાઈ ચુડાસમા નાસી છુટ્યા હતા.

માલવિયાનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે ગોંડલ રોડ પર શીવનગર શેરી નંબર 7 કમળાદેવી કૃપા મકાનમાં દરોડો કરી જુગાર રમતા આરોપીઓ પકડી પાડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે આરોપી હિતેષભાઈ ભૈરવદાસ, વિજયભાઈ કાંતીભાઈ, દિગ્વીજયસિંહ, દિલીપસિંહ અને કુલદીપભાઈ ભુપતભાઈ વાળાની રૂપિયા 14,500 સાથે ધરપકડ કરી હતી.

રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા મોકાજી સર્કલ પાસે નારાયણ હોસ્પિટલ સામે જાહેરમાં જુગાર રમતા 9 આરોપી પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે દરોડો કરી આરોપી ભરતભાઈ જેઠાભાઈ પરમાર, નાગરભાઈ જીવાભાઈ પરમાર, રાજેશભાઈ અરવિંદભાઈ શુ્કલ, કિરણભાઈ કરશનભાઈ ચામડિયા, જીતેન્દ્રભાઈ હમીરભાઈ પરમાર, અશોકભાઈ નારણભાઈ પરમાર, રાજેશભાઈ હામાભાઈ પરમાર, ભરતભાઈ વજુભાઈ વાઘેલા, ગીરીશ અમરશીભાઈ પરમારની ધરપકડ કરી હતી.

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જામનગર રોડ જકાતનાકા પાસે સંજયનગર શેરી નંબર 1માં આવેલ મકાનમાં દરોડો કરી જુગારના આરોપીઓ પકડી પાડવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે જુગાર રમતા મહિલા-પુરૂષ મળી રૂપિયા 55,600ની રોકડ સાથે 14 આરોપીની ધરપકડ કરી હતી. આ ગુનાના આરોપ સબબ પોલીસે આરોપી ચેતનભાઈ બીપીનભાઈ ચૌહાણ, હસમુખભાઈ બાલકૃષ્ણ, દીપકભાઈ ખીમદાસભાઈ, કૃણાલભાઈ રમેશભાઈ દાણીધારીયા, ઈમરાન સીકંદરભાઈ અલાણા, કીરીટભાઈ મેપાભાઈ માકડીયા, સોયબ ઉર્ફે જામનગરી કરીમભાઈ સમેચા, ગીતાબેન જીલુભાઈ સોનારા, પુજાબેન લાલજીભાઈ શેજુ, રેશ્માબેન હનીફભાઈ ઠેબા, દિવ્યાબેન વિજયભાઈ દેવડા, અંબાબેન દિનેશભાઈ અઘેરા, પાયલબેન હેમલભાઈ ગૌસ્વામી અને પુજાબેન દિપકભાઈ દાણીધારીયા વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બીજા દરોડામાં રૈયાગામ પાસે રેસકોર્ષ રોડ પર આવેલ સંપ નજીક બાવળની ઝાડીમાંથી જુગાર રમતા આરોપી પકડી પાડ્યા હતા. પોલીસે રૂપિયા 87,500ની રોકડ સાથે આરોપી કેતનભાઈ બાબુભાઈ ટોયટા, વાલાભાાઈ કરણાભાઈ ટોયટા, ધનાભાઈ રાણાભાઈ ચૌહાણ, નારણભા રાણાભા ધાંધણીયા, લાખાભાઈ ખોડાભાઈ વકાતર અને નવઘણભાઈ વાઘજીભાઈ શિયાળીયા વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

વધુ વાંચો- ક્રાઈમ બ્રાન્ચે 5 ચોરીના ભેદ ઉકેલ્યા; છોટુ જેલમાંથી છુટી ફરી કામે (ચોરીના) લાગ્યો

વધુ વાંચો- રૂપિયા 14 લાખ લૂંટી નાસી છુટેલો ફરિયાદીનો પિતરાઈ ભાઈ પકડાયો: રાજકોટ

Must Read