Homeગુજરાતરાજકોટબોગસ પ્રમાણપત્રનું કારસ્તાન ઝડપાયું ! આરોપી SIET નામથી આ રીત વેચતો હતો...

બોગસ પ્રમાણપત્રનું કારસ્તાન ઝડપાયું ! આરોપી SIET નામથી આ રીત વેચતો હતો પ્રમાણપત્ર

-

Gujarati News Live : રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બોગસ પ્રમાણપત્ર બનાવવાનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. નાના મૌવા મેઈન રોડ પર આવેલી PGVCLની કચેરીની બાજુમાં આવેલા માઘવ કોમ્પલેક્ષમાં ચાલતી SEIT એજ્યુકેશન નામની ઓફિસમાં આ કારસ્તાન ચાલતું હતું. ક્રાઈમ બ્રાન્ચે SEIT સૌરાષ્ટ્ર ઈલેક્ટ્રોનિક્સ ઑફ ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી નામથી ચાલીતી આ ગોરખધંધાની દુકાનમાં દરોડો કર્યો હતો. કોઈ માન્યતા વગર જ ચાલતી આ ઓફિસમાં ડિપ્લોમાં અને ડિગ્રી કોર્સના બોગસ પ્રમાણપત્રનો વેપલો ચાલતો હતો જે પોલીસે ઝડપી પાડ્યો છે.

સમગ્ર ઘટના એવી છે કે, આરોપી જયંતિ સુદાણી રાજકોટ Rajkotના નાના મૌવા મેઈન રોડ પર SEIT Education એજ્યુકેશન નામની ઑફિસ ચલાવતો હતો. જ્યાં તે શિક્ષણની કોઈ માન્યતા વગર બોગસ પ્રમાણપત્ર બનાવી આપવાનું કારસ્તાન કરતો હતો. જેની માહિતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને Rajkot Crime Branch મળતા પોલીસે ડમી ગ્રાહક તરીકે દિલીપ ગીરધરલાલ ચૌહાણને મોકલ્યો હતો. ડમી ગ્રાહકે બોગસ પ્રમાણપત્રની વાતચીત કરી આરોપી જંયતિ સાથે વર્ષ 2008નું મિકેનીકલ ફિટરનું પ્રમાણપત્ર માંગ્યું હતું. આરોપી જયંતે ડમી ગ્રાહકને આ સર્ટીફિકેટ કાઢી આપવા માટે તૈયારી બતાવી રૂપિયા 15 હજારની માંગણ કરી હતી.

ડમી ગ્રાહક સાથે સોદો થયા બાદ આરોપી જયંતિ સુદાણીએ પ્રમાણપત્ર પર પોતે પ્રિન્સિપલ હોવાના સિક્કો લગાવી પ્રમાણ પત્ર કાઢી આપ્યું હતું. પ્રમાણપત્ર મળતાની સાથેજ ક્રાઈમ બ્રાન્ચી ટુકડીએ દરોડો કરી આરોપીને ઝડપી લિધો હતો. પ્રાથમિક પૂછપરછમાં જ કોઈપણ માન્‍યતા વગર ડિપ્‍લોમા કોર્સના ખાનગી નોકરી માટે સર્ટિફિકેટ કાઢી આપતા હોવાની આરોપ જયંતિ સુદાણીએ કબૂલાત કરી હતી.

Gujarati News Live બોગસ પ્રમાણપત્ર ! આરોપી SIET નામથી વેચતો હતો પ્રમાણપત્ર – Rajkot

પ્રાપ્ત વિગતો મુજબ આરોપી આવી સંસ્થાઓ રાજકોટ સહિત જામનગર અને જૂનાગઢમાં પણ બ્રાન્ચ ખોલી ચલાવે છે. પરંતુ આ પ્રકારે બોગસ પ્રમાણપત્ર રાજકોટની ઓફિસ પરથી કાઢી આપતો હતો. આરોપી જંયતિ સુદાણી ગ્રાહકો પાસેથી બોગસ પ્રમાણપત્ર આપવાના બદલામાં તગડી રકમ વસુલતો હતો. આ માટે તે સૌરાષ્ટ્ર ઈલેક્ટ્રોનિક્સ ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી આઈટીઈએસ મુંબઈ-ઈન્ડિયામાં રજીસ્ટર હોય તેવું લખાણ લખતો હતો. જેમાં તે વિદ્યાર્થીઓને અભ્યાસ કર્યા વગર જ પ્રમાણપત્ર આપતો હોવાનો પણ આક્ષેપ છે.

પોલીસે આરોપીની SEIT નામની ઓફિસમાં દરોડો પાડી બોગસ પ્રમાણપત્ર અને વિવિધ માર્કશીટ મારફતે 200 લોકો સાથે છેતરપિંડી કર્યાનું ખુલ્યું છે. પોલીસને ઓફિસમાંથી દરોડા દરમિયાન કોમ્પ્યુટર, પ્રિન્ટર, કાગળ, કોરા અને અલગ-અલગ નામના પ્રમાણપત્ર તેમજ માર્કશીટ અને પ્રશ્નપત્ર, રબ્બર સ્ટેમ્પ સહિતની રૂપિયા 33 હજારની સામગ્રી હાથ લાગી છે.

તમામ મુદ્દામાલ પોલીસે કબ્જે લઈ ઝડપાયેલા આરોપી જયંતિ સુદાણી વિરૂધ્ધ આઈ.પી.સી. કલમ 406, 420, 465, 468, 471 મુજબ છેતરપીંડીનો ગુનો દાખલ કર્યો છે. અને આરોપીને કોર્ટમાં રજૂ કરવા અને વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...