Homeરાષ્ટ્રીયપાકિસ્તાન તરફથી આવતા ડ્રગ ભરેલા ડ્રોનને તોડી પાડતું BSF: પંજાબ

પાકિસ્તાન તરફથી આવતા ડ્રગ ભરેલા ડ્રોનને તોડી પાડતું BSF: પંજાબ

-

Gujarati news live અમૃતસર : BSFએ પાકિસ્તાન બાજુથી આવી રહેલા એક ડ્રોનને તોડી પાડ્યું છે. તોડી પડાયેલા ડ્રોન સથે બેગ બાંધેલી હતી જેમાં હેરોઈન ડ્રગ મળ્યા હોવાના અહેવાલ છે. પ્રાપ્ત વિગતો મુજબ પંજાબ Punjabના અમૃતસરમાં હેરોઈન સાથેના પાકિસ્તાની ડ્રોનને ગોળીબાર કરી તોડી પાડવામાં આવ્યું છે. BSF દ્વારા સોમવારના રોજ કરાયેલી જાહેરાત મુજબ આ ડ્રોનમાંથી 9 પેકેડ હેરોઈન ડ્રગના મળી આવ્યા છે જેને સરહદ પાર પાકિસ્તાનથી ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ થયો હતો.

BSFના પંજાબ ફ્રન્ટિયર દ્વારા ટ્વિટ Tweet કરવામાં આવ્યું છે કે, પાકિસ્તાન તરફથી ડ્રોન થકી ભારતમાં ડ્રગ ઘુસાડવાનો પ્રયાસ બીએસએફના જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો. પાકિસ્તાન તરફથી આવી રહેલા ડ્રોનને જવાનોએ ગોળીબાર કરી તોડી પાડ્યું હતું. આ ડ્રોનમાંથી 9 પેકેટ હેરોઈન ડ્રગ મળી આવ્યું હતું જેમાં અંદાજીત 10.670 કિલોગ્રામ ડ્રગ હોવાની શંકા છે.

પાકિસ્તાન તરફથી આવતા ડ્રગ ભરેલા ડ્રોનને તોડી પાડતું BSF: પંજાબ Gujarati News Live

તાજેતરમાં જ બોર્ડર સુરક્ષા દળએ જમ્મુ-કાશ્મીર બોર્ડર પર સાંબા બોર્ડર નજીક એક શંકાસ્પદ ભોંયરું શોધી કાઢ્યું હતુ. સાંજે લગભગ 5:30 વાગ્યા આસપાસ ચક ફકિરાના બોર્ડર ચોકી ક્ષેત્રમાં ભોંયરા વિરોધી અભિયાન દરમિયાન આ ભોંયરું મળી આવ્યું હતું.

Must Read