Homeરાજકારણચલો નિકળો ડરપોકની કંઈ જરૂર નથી : રાહુલ ગાંધીનો હાર્દિકના રાજીનામાં મુદ્દે...

ચલો નિકળો ડરપોકની કંઈ જરૂર નથી : રાહુલ ગાંધીનો હાર્દિકના રાજીનામાં મુદ્દે સણસણતો જવાબ

-

Gujarati News Live અમદાવાદ : વિવિધ દબાણ સર્જી પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પક્ષના આંખ-નાક-કાન દબાવવી લીધા પરંતુ, કોંગ્રેસ કોઈ પણ રીતે તાબે થતી જોવા મળી નહીં. આખરે કલમ 370, સીએએ સહિતના મુદ્દે કોંગ્રેસ પર આક્ષેપ કરી નારાજ હાર્દિકે રાજીનામું ધરી દીધું છે. ત્યારે આ મામલે કોંગ્રેસના રાહુલ ગાંધી Rahul Gandhiએ નિવેદન આપી સણસણતો જવાબ આપ્યો છે.

ગુજરાતની એક ટીવી ચેનલ દ્વારા રાહુલ ગાંધીના નિવેદનના પ્રસિધ્ધ કરેલા વિડીયો Videoમાં તેઓ કહેતા જણાય છે કે, કોંગ્રેસમાંથી જેને પણ જવું હોય તે જઈ શકે છે, જેને ડર લાગે તેને આ પાર્ટીમાંથી હાંકી કાઢો, પાર્ટીમાં નિડર માણસોની જરૂર છે. સાથે જ જણાવ્યું કે, કેટલાક લોકો બહાર છે તેમને પાર્ટીમાં લાવો, તમે RSSના છો તો ભાગો અમારે તમે નથી જોઈતા, ભાજપ અને RSSની ટીમમાં જેને પણ જવું હોય તે જઈ શકે છે.

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ PAASથી પાટીદારોના નેતા બનેલા હાર્દિકે Hardik Patel કોંગ્રેસને ટ્વિટર પર રાજીનામું આપી અલવિદા કહ્યું છે. જેના કારણે લાંબાગાળાની અટકળોનો અંત આવ્યો છે કે હાર્દિક કોંગ્રેસ છોડશે કે કેમ ? પરંતુ હાર્દિકે કોંગ્રેસ છોડતા સમયે ટ્વિટ કરેલા પત્રમાં જે કોંગ્રેસને અલગ જ રીતે ચીતરી દેવાનો પ્રયાસ કર્યો હોય તેમ જણાય છે. જેમાં તેને કોંગ્રેસ પર જનતાના મુદ્દાને નબળા બનાવવા, સી.એ.એ., એન.આર.સી. સહિતના મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.

Gujarati News Live રાહુલ ગાંધીનો હાર્દિકના રાજીનામાં મુદ્દે સણસણતો જવાબ -Politics

hardik patel old tweet viral during congress resignation resign

હાલ સૌ કોઈની નજર છે કે હાર્દક પટેલ ક્યારે ભાજપમાં કે અન્ય રાજકીય પાર્ટીમાં જોડાય. ત્યારે કેટલાક લોકો તેમને જૂના ટ્વિટને પણ વાયરલ કરી રહ્યાં છે, જેમાં તેઓ કહેતા હતા કે “ હાર જીત કે કારણ પાલે વ્યાપારી બદલતે હૈ, વિચારધારા કે અનુયાયી નહીં. લડુંગા જીતુંગા ઔર મરતે દમ તક કોંગ્રેસ મેં રહૂંગા.”

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...