Homeરાષ્ટ્રીયલદ્દાખમાં 26 સૈનિકોને લઈ જતું વાહન શ્યોક નદીમાં પડ્યું, 7ના મોત

લદ્દાખમાં 26 સૈનિકોને લઈ જતું વાહન શ્યોક નદીમાં પડ્યું, 7ના મોત

-

Gujarati News live નવી દિલ્હી : ગુરુવારે લદ્દાખ Ladakh ક્ષેત્રમાં 26 સૈનિકોને લઈ જતું એક વાહન શ્યોક નદીમાં પડી ગયું હતું, આ અકસ્માતમાં સાત સૈનિકોના મોત થયાના અહેવાલ મળી રહ્યાં છે. સેનાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ’26 સૈનિકોની એક ટીમ પરતાપુરના ટ્રાન્ઝિટ કેમ્પથી સબ-સેક્ટર હનીફના આગળના વિસ્તાર તરફ જઈ રહી હતી. લગભગ 9 વાગ્યે, થોઈસથી લગભગ 25 કિમી દૂર, વાહન રસ્તા પરથી લપસીને શ્યોક નદીમાં પડી ગયું હતું. વાહન લગભગ 50-60 ફૂટ નીચે પડ્યું હતું.

દુર્ઘટના બાદ તમામ 26 જવાનોને પરતાપુરની 403 ફિલ્ડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ સર્જિકલ ટીમોને લેહથી પરતાપુર મોકલવામાં આવી હતી.

સાથે જ તેમણે કહ્યું, ‘અત્યાર સુધી 26માંથી 7ને મૃત જાહેર કરવામાં આવ્યા છે. અન્ય સૈનિકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે.

લદ્દાખમાં 26 સૈનિકોને લઈ જતું વાહન શ્યોક નદીમાં પડ્યું; 7ના મોત – Gujarati News Live

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....