Homeરાજકારણલોકડાયરામાં રૂપિયાનો વરસાદ અને ભાજપના નેતાઓ સાથે પાટીદાર નેતા હાર્દિકની હાજરીથી વિવિધ...

લોકડાયરામાં રૂપિયાનો વરસાદ અને ભાજપના નેતાઓ સાથે પાટીદાર નેતા હાર્દિકની હાજરીથી વિવિધ ચર્ચાઓ શરૂ: જામનગર

-

Gujarati News live જામનગર : લોકડાયરામાં રૂપિયાનો વરસાદ અને ભાજપના નેતાઓ સાથે પાટીદાર નેતા હાર્દિકની હાજરીથી વિવિધ ચર્ચાઓ શરૂ: જામનગર. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 નજીક આવતા રાજકારણની બજાર ગરમ થઈ ગઈ છે. વિવિધ સમાજના આગેવાનોને પોતાના પક્ષમાં ખેંચી મત મેળવવા પાસા ફેંકી રહ્યાં છે. ત્યારે વિવિધ સમાજના આગેવાનો પણ પોતાની સુઝબુઝથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મેળવવા માટે પક્ષો સાથે ચર્ચા કરતા હશે. બીજી તરફ દબાણ કરી રાજકીય પક્ષ પાસે પઠાણી ઉઘરાણીનું રાજકારણ પણ કેટલાક નેતા કરતા હોય તેમ જણાય છે. એવામાં જામનગરમાં પાટીદાર સમાજના કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ ભાજપના નેતાઓની સાથે એક લોકડાયરોમાં આનંદ કરતા જોવા મળ્યા હતા.

જામનગરમાં ચાલી રહેલી એક કથામાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ડાયરામાં લોકો સાથે નેતાઓ પણ જોવા મળ્યા હતા. જેમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એક સાથે હાજર જોવા મળ્યા હતા. જેમાં ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પોરબંદરના સાંસદ રમેશ ધડુક, અને જામનગરના ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજા, કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ Hardik Patel પણ હાજરી આપી હતી.

jamnagar lokdayro hardk patel bjp leaders gujarati news

હાર્દિક કોંગ્રેસ સાથે ખાટા સબંધ થવાની બાબતે અને તેમના નિવેદનના કારણે વિવાદમાં છે. ત્યારે જામનગરના લોકડાયરામાં ભાજપના નેતાઓ સાથે હાર્દિક પટેલે રૂપિયાનો વરસાદ કરતા જોવા મળ્યા છે. જેને પગલે ફરી વખત હાર્દિક કોંગ્રેસ છોડશે, હાર્દિક કોંગ્રેસને દબાવે છે અને હાર્દિક ભાજપમાં જવા ઈચ્છે છે તેવી વાતોએ જોર પકડ્યું છે.

જ્યારે હાર્દિક પટેલને કોંગ્રેસ પક્ષ સાથેની નારાજગી અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે પક્ષ સાથે નારાજગી હોવાની વાતનો સ્વીકાર કરતાં જણાવ્યુ હતું કે, “પક્ષ સાથે નારાજગી છે, પરંતુ અમે એક પરિવાર છે. પરિવારમાં તો નારાજગી અને અણબનાવ બનતા રહે છે. નારજગીનું નિરાકરણ આવશે તો આગળ વધીશું અને નહીં આવે તો પણ આગળ વધીશું. આ અંગે હાઈકમાન્ડ સાથે કોઈ ચર્ચા થઈ નથી પણ હું ઈચ્છું છું કે આ મુદ્દે ચર્ચા થાય.”

Must Read