37 C
Ahmedabad

પાટીલ પોતે સ્વીકારે છે કૂપોષિત બાળકો માટે ભાજપ સરકાર કઈ કરી શકી નથી: ઈસુદાન ગઢવી

Published:

Gujarati News live અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકારણ પણ ગરમ થતું જાય છે. કોંગ્રેસ ઘરકંકાશમાં વ્યસ્ત છે જ્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ આમને-સામને આક્ષેપ બાજી કરી રહ્યાં છે. ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે આજરોજ જણાવ્યું કે, ભાજપના પદાધિકારીઓ ગુજરાતના કેટલાક કૂપોષિત બાળકોને દત્તક લેશે અને આ બાળકોની સંખ્યા હજારોમાં હશે. આ બાબતે આમ આદમી પાર્ટી (AAP)ના ઈસુદાન ગઢવી Isudan Gadhvi એ ભાજપ સરકારને આડેહાથ લેતા નિવેદન આપી સરકારને કૂપોષણ મુદ્દે ઘેરવા પ્રયાસ કર્યો છે.

Gujarati news live પાટીલ પોતે સ્વીકારે છે કૂપોષિત બાળકો માટે ભાજપ સરકાર કંઈ કરી શકી નથી: ઈસુદાન ગઢવી

AAP નેતા ઈસુદાનએ આજરોજ એક વિડીયો મારફતે લોકોને જણાવ્યું કે, “ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એક વીડિયોમાં જણાવ્યું કે, ભાજપના હોદ્દેદારો કેટલાક કુપોષિત બાળકોને દત્તક લેશે. પરંતુ ગુજરાત સરકારના આંકડાઓ અનુસાર, ગુજરાતમાં 3,84,000 જેટલા કુપોષિત બાળકો છે. અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમાં નોંધપાત્ર વધારો થયો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ, 6 મહિનાથી 23 મહિનાની વચ્ચેના 89 ટકા બાળકોને યોગ્ય માત્રામાં ખોરાક મળતો નથી. સમગ્ર ભારતમાં સૌથી ખરાબ હાલત ગુજરાતના બાળકોની છે.”

સી.આર. પાટીલના કૂપોષિત બાળકોને દત્તક લેવાની વાત સામે ઈશુદાને જણાવ્યું કે કેટલાક બાળકોને દત્તક લેશો ? સતત કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થયો છે. તો જેમને તમે દત્તક લેશો તે સારી બાબત છે પણ જેમને દત્તક નહીં લેવાય તેમના માટે શું ? આજસુધી રાજ્યમાં ભાજપે કોઈ વ્યસ્થા ન કરી કે જેનાથી કૂપોષિત બાળકોને કૂપોષણથી બહાર કાઢવામાં આવે.

સાથે જ ઈસુદાનએ ભાજપના સી.આર. પાટીલને તીખો સવાલ કર્યો કે, ‘શું તમે ક્યારેય કોઈ ગામડામાં રાત રોકાયા છો ? બનાસકાંઠા જેવા જિલ્લામાં 26,000 કરતા વઘારે બાળકો કૂપોષિત છે. આ તો માત્ર એક જિલ્લાની વાત કરી તો કલ્પના કરો કે સમગ્ર ગુજરાતમાં કેટલા બાળકો કૂપોષણના શિકાર હશે !’’

સી. આર. પાટીના નિવેદન બાદ ઈસુદાનએ સરકારને ઘેરતા કહ્યું કે, ‘પાટીલ પોતે સ્વીકારે છે કે, તેમની સરકારમાં કૂપોષિત બાળકો છે અને સરકાર તેમના માટે કંઈ કરી નથી શકી. છેલ્લા 27 વર્ષમાં ભાજપ સરકારે રાજ્યમાં એવું કોઈ કામ કર્યું નથી. ઉલ્ટાના કુપોષિત બાળકો ઘટવાને બદલે વધ્યા છે. છેલ્લા એક વર્ષમાં 2 લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર બન્યા છે.’

Related articles

Recent articles