Homeરાષ્ટ્રીયઘરનો નોકરે આ લાલચે કરી માલિક દંપતીની હત્યા, 5 કરોડ લૂંટી નેપાળ...

ઘરનો નોકરે આ લાલચે કરી માલિક દંપતીની હત્યા, 5 કરોડ લૂંટી નેપાળ ભાગવાની ફિરાકમાં હતો: ચેન્નાઈ

-

Crime News in Gujarati ચેન્નાઈ : ગત શનિવારના રોજ ચેન્નાઈમાં થયેલી દંપતીની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. અમેરિકાથી પરત આવેલા એક દંપતીની ચેન્નાઈમાં તેમના ઘરમાં રહેતા એક નોકર દ્વારા હત્યા નિપજાવવામાં આવી હતી. ચેન્નાઈ પોલીસે Chennai Police ઘટનાની ઊંડાણ પૂર્વક તપાસ કરી આરોપને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી નોકર પાસેથી લૂંટેલું 9 કિલો સોનું સહિત 5 કરોડ રૂપિયાના દાગીના જપ્ત કર્યા છે.

Gujarati News Live- દંપતીની હત્યા કરી 5 કરોડ લૂંટી નેપાળ ભાગવાની ફિરાકમાં હતો આરોપી: ચેન્નાઈ

us return couple killed by house maid man chennai police arrested two accused today

પ્રાપ્ત વિગતો મુજબ ગરરોજ શનિવારે ચેન્નાઈમાં અમેરિકાથી પરત ફરેલા દંપતીની US Returned Couple હત્યા કરી હતી. પોલીસે આ કેસ મામલે 2 આરોપીની ધરપકડ કરી છે. મૃતક દંપતીની ઓળખ 60 વર્ષીય શ્રીકાંત અને તેની 55 વર્ષીય પત્ની અનુરાધા તરીકે થઈ હતી. જેમાં મૃતક શ્રીકાંત વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ CA હતા.

આરોપી દ્વારા દંપતીને કથિત રીતે તેમના ઘરમાં જ હત્યા નિપજાવી નાખી હતી. બાદમાં તેમના મૃતદેહને ચેન્નાઈની બહાર સ્થિત એક ફાર્મહાઉસમાં દાટી દેવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે આંધ્રપ્રદેશના એક શખ્સની ધરપકડ કરી હતી. આરોપીઓ લૂંટનો માલ લઈ નેપાળમાં Nepal પોતાના વતન નાસી જવાની ફિરાકમાં હતા.

દંપતીની હત્યા કરી નાખ્યાની ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે દંપતીને તેની પુત્રીએ ફોન કરી સંપર્ક કર્યો હતો પણ સંપર્ક થતો ન હતો. બાદમાં તેમની પુત્રીએ સગા-સબંધી સાથે વાત કરી અને જણાવ્યું હતું કે તેના માતા-પિતાના ફોન નંબર બંધ આવી રહ્યાં છે. જેના કારણે સગા વ્હાલા દ્વારા તપાસ કરવામાં આવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

ઘટના સંદર્ભે ચેન્નાઈ પોલીસના વરિષ્ઠ અધિકારી ડૉ. કન્નને જણાવ્યું હતું કે, અમે CCTV રેકોર્ડર સહિત મહત્ત્વના પુરાવા મેળવ્યા છે, જે આરોપીઓ તેમની સાથે લઈ ગયા હતા. અમારો અપરાધ સાબિત કરવા માટે અમારી પાસે મજબૂત પુરાવા છે. ક્રિષ્નનનું માનતો હતો કે મૃતક પાસે તાજેતરના રિયલ એસ્ટેટ સોદા બાબતેના 40 કરોડ રોકડા રૂપિયા દંપતી પાસે છે. જે ઘરમાં જ પડેલા છે અને તેને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....