Gujarati News Live હિંમતનગર : ચંદનચોર ટોળકીએ હિંમતનગરના ઈડરમાં કેટલાક દિવસથી તરખાટ મચાવ્યો હતો. પોલીસે મધ્યપ્રદેશની ચંદનચોર ટોળકીને ઝડપી પાડી છે. પોલીસ પુછપરછમાં 7 ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આરોપીઓ રાત્રીના અંધારાનો ફાયદો લઈ ચંદનના લાકડા [Sandal Wood] ચોરી કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 4 લાખનો ચંદનનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
ચંદનની ચોરી [Sandal Tree]બાબતે પોલીસે પોલીસે પેટ્રોલીંગ અને સર્વેલન્સ અને સીસીટીવી CCTVના આધારે તપાસ કરી આરોપી ઝડપવા તપાસ કરી હતી. ઈડર અને જાદર પોલીસે સંકલન કરી તપાસ ચલાવી હતી. પોલીસે ભિલોડા હાઈવે પર મોહનપુર ફાટક પાસેથી એફઝેડ બાઈક પરથી પસાર થઈ રહેલ ત્રણ શખ્સોને અટકાવ્ય હતા. તપાસ કરતાં તેમની પાસેથી કરવતની 4 બ્લેડ, કુહાડી અને કોદાળી મળી આવ્યા હતા.
આરોપીઓએ પોલીસને કબૂલાત આપી હતી કે, પકડાયેલા ત્રણ આરોપીઓએ મધ્યપ્રદેશના વતની છે. આરોપીની ઓળખ રોહનસિંહ ઉર્ફે રોના પુશવા, રેતલસિંહ ઉર્ફે ભૈયુ પુશવા અને વોરંટી પુશવા છે. હાલ આરોપીઓ ઈડરની સહકારી જીન માર્કેટ પાસે બાલાજી કોમ્પલેક્ષની પાછળ અઢી મહિનાથી ખુલ્લામાં રહે છે. આ ટોળકી સાથે મહિલાઓ, બાળકો પણ છે. આ ટોળકીના સભ્યો દિવસ દરમિયાન રૂદ્રાક્ષ વેચવાના બહાને ગામાડામાં રેકી કરી ચંદનના વૃક્ષો ચોરી કરવાનું પ્લાનિંગ કરતા હતા. બાદમાં રાત્રીના સમયમાં ચંદનના વૃક્ષો જમીનદોસ્ત કરી દેતા હતા.
Gujarati news Live દિવસે રૂદ્રાક્ષનો ધંધો રાતે ચંદનની ચોરી કરતી ગેંગ ઝડપાઈ: હિંમતનગર
ચંદનના લાકડાની ચોરી કર્યા બાદ તેમની ટોળકીની મહિલાઓ અને બાળકો આસપાસના વિસ્તારમાં જમીનમાં ખાડો ખોદીને ચંદનના લાકડાને દાટી દેવામાં મદદ કરતાં હતા. ત્યારબાદ મોકો મળતા જ દાટેલા ચંદનના લાકડાને મધ્યપ્રદેશમાં રહેતા સમીર નામના વ્યક્તિને વહેંચી દેતા હતા. આ ટોળકીએ બડોલી, ચાંડપ, ફીંચોડ અને સૂર્યનગર કંપામાંથી 7 જેટલા ચંદન ચોરીના ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે આ ટોળકીના ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે આ ટોળકીના ત્રણ બાળકો, બે મહિલા સહિત 9 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.