Homeરાજકારણભાજપમાં જોડાતા હાર્દિક પર સવાલોનો ધોધ, શું આપ્યા જવાબ વાંચો...

ભાજપમાં જોડાતા હાર્દિક પર સવાલોનો ધોધ, શું આપ્યા જવાબ વાંચો…

-

ગાંધીનગર : પાટીદાર અનામત આંદોલન મારફતે કોંગ્રેસના નેતા અને હવે કોંગ્રેસ છોડી ભાજપના નેતા બનેલા હાર્દિક પટેલ આજે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દો છે. મોટાભાગના પાટીદારો દ્વારા હાર્દિકના પગલાને વખોડવામાં આવે છે. આજરોજ જ્યારે હાર્દિક પટેલે ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે પત્રકારોએ પણ સવાલોનો મારો ચલાવ્યો હતો. જે સવાલોના મારાથી હાર્દિકે સહજતા પુર્વક સામનો કરવાનો દેખાવ કર્યો હતો પરંતુ સવાલનો સીધા જવાબ તેમના દ્વારા આપવામાં આવ્યા ન હતા.

ભાજપમાં જોડાતા હાર્દિક પર સવાલોનો ધોધ શું આપ્યા જવાબ વાંચો- Gujarati News Live

આંદોલન સમયે તોફાન કરનારા અસામાજિક તત્વો !

ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન સમયે રાજ્યમાં ફાટી નિકળેલા તોફાનમાં સાર્વજનિક મિલ્કતોને નુકશાન પહોંચ્યું હતું. આ નુકશાનની જવાબદારી બાબતે પત્રકારના સવાલમાં હાર્દિકે આ કામ અસામાજિક તત્વો દ્વારા કર્યાનું જણાવ્યું હતું. પરંતુ સાથે જ તેમણે જણાવ્યું કે આવા તત્વો પર કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે લોકો સવાલ કરી રહ્યાં કે, જે કેસ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા તે અને જે પરત નથી ખેંચાયા તે એ સિવાયના કોઈ કેસ ધ્યાને આવતા નથી. તો શું આંદોલન સમયે થયેલા કેસના આરોપી હાર્દિકના મતે અસામાજિક તત્વો હશે ?

અગાઉ 1200 કરોડ તો હવે કેટલા !

રૂપિયા 1200 કરોડની ભાજપ દ્વારા ઓફર કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ અગાઉ હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. જે મામલ પત્રકારે હાર્દિકને સવાલ પુછ્યો હતો કે હવે કેટલાની ઓફર આપી છે અને અગાઉ 1200  કરોડની ઓફર આપી હતી તે મામલે શું કહેશો. જેનો જવાબ આપવામાં હાર્દિક સદંતર નિષ્ફળ રહ્યાં હતા.

hardik patel join bjp today kamlam gandhinagr press conferance news

ઘર વાપસી નહીં પહેલેથી જ ઘરમાં હતા !

હાર્દિક પટેલે પત્રકાર પરિષદમાં પોતે અને પરિવાર પહેલાથી જ ભાજપ સાથે જોડાયેલો રહ્યો છે તે વાતનો સ્વિકાર કર્યો હતો. તેઓ એ કહ્યું કે તેઓ ઘર વાપસી નથી કરી રહ્યાં પણ તેઓ ઘરમાં જ હતા. હાર્દિકે કહ્યું કે આનંદીબેન પટેલ જ્યારે માંડલ બેઠક પરથી ચૂંટણી લડતા ત્યારે અમારા પિતા તેમનો પ્રચાર પ્રસાર કરતા હતા.

રાજકારણ અને પક્ષ પલ્ટાની જ્યારે વાત આવે ત્યારે નેતાઓના સમર્થકોની મુશ્કેલી અનેક ગણી વધી જતી હોય છે. કેટલાય સમર્થકોએ જે તે સમયે નેતાનું કહ્યું કરી કેટલાય સબંધ ખરાબ કર્યા હોય છે, બીજી તરફ કેટલાય નુકશાન વેઠ્યા હોય છે. પરંતુ જ્યારે તેમનો નેતા અચાનક પક્ષ પલ્ટો કરી જૂબાન ફેરવી તોડે ત્યારે આ સમર્થકો નોંધારા અને બિચારા બની જતા હોય છે.

ત્યારે રાજકારણને લઈ મશહુર શાયર સાગર ખય્યામીની એક પંક્તિ યાદ આવે છે, ‘કીતને ચહેરે લગે હૈ ચહેરો પર ક્યા હકિકત હૈ ઔર સિયાસત ક્યા’

कितने चेहरे लगे हैं चेहरों पर

क्या हक़ीक़त है और सियासत क्या

सागर ख़य्यामी

વળી નેતાઓ પાછળ આંધળી દોટ મુકી દેતા અંધ સમર્થકો માટે તરન્નુમ કાનપુરીની શાયરી યાદ આવે છે, ‘એ કાફિલે વાલો, તુમ ઈતની ભી નહીં સમઝે… લૂંટા હૈ તુમ્હે રહઝનને, રહબર કે ઈશારે પર’

ऐ क़ाफ़िले वालों, तुम इतना भी नहीं समझे

लूटा है तुम्हे रहज़न ने, रहबर के इशारे पर

तरन्नुम कानपुरी

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...