Homeગુજરાતપાટીદાર નેતા હાર્દિક સહિત 20ને રાહત, ગુજરાત સરકારની કેસ પરત ખેંચવાની રિવિઝન...

પાટીદાર નેતા હાર્દિક સહિત 20ને રાહત, ગુજરાત સરકારની કેસ પરત ખેંચવાની રિવિઝન અરજી કોર્ટે મંજૂર કરી

-

Gujarati News Live : પાટીદાર અનામત આંદોલન સમયે ભાંગફોટ અને તોફાન બાદ થયેલા કેસ પરત ખેંચવા માટે રાજ્ય સરકારે કરેલી રિવિઝન અરજી સેસન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પહેલા જ હાર્દિક પટેલ સહિતના લોકો પર ગંભીર ગુનાના કેસ પરત ખેંચવા મામલે મુશ્કેલી ઘટતી જણાય છે. જેના કારણે વિવિધ રાજકિય ચર્ચાઓએ જોર પકડ્યું છે.

અમદાવાદ Ahmedabad ના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાટીદાર અનામત આંદોનલ સયે તોડફોડ અને તોફાનની ઘટના નોંધાઈ હતી. જે મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સહિતના 20 લોકો પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે રાજ્ય સરકારે કેસ પરત ખેંચવા માટે સેસન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી. કોર્ટે આ અરજીને મંજૂર રાખતા હવે હાર્દિક સહિના 20 આરોપીઓની મુશ્કેલીમાં ઘટાડો થયો છે.

Gujarati News Live- પાટીદાર નેતા હાર્દિક સહિત 20ને રાહત સરકારની રિવિઝન અરજી કોર્ટે મંજૂર કરી

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા તોફાન મામલા સહિતના કેસ પરત ખેંચવાની વાત કરી હતી. તે પૈકીનો આ કેસ પણ છે જે સરકાર પાછો ખેંચવા પ્રક્રિયા કરી રહી છે. ત્યારે રાજ્યના નાગરિકો વિવિધ પ્રકારના તર્ક લગાવી ચર્ચાઓ કરી રહ્યાં છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....