HomeગુજરાતLPG ગેસ ડિલરો માટે મહત્વના સમાચાર, કેબિનેટ બેઠકમાં ગેસ ડિલરો માટે લેવાયો...

LPG ગેસ ડિલરો માટે મહત્વના સમાચાર, કેબિનેટ બેઠકમાં ગેસ ડિલરો માટે લેવાયો નિર્ણય: ગાંધીનગર

-

Live News ગાંધીનગર : એલપીજી ગેસના વેચાણ કરવા માટે એજન્સીઓને પરવાના મેળવવા પડતા હતા. ગેસ એજન્સીનો પરવાનો મળતા ડિલર દ્વારા રજિસ્ટર્ડ ગ્રાહકોને ગેસની બોટલ વેચી શકે છે. પરંતુ આજરોજ કેબિનેટની બેઠકમાં લેવાયલા નિર્યણ બાદ આ પરવાના પધ્ધતીમાંથી મુક્તી મળશે. સરકારના આ નિર્ણયને કારણે હજારો એલપીજી ગેસ સીલેન્ડર્સ Gas Cylinder નું વેચાણ કરતા ડિલર્સને ફાયદો પહોંચશે. આ નિર્ણયની જાહેરાત થોડીવારમાં જ સમયમાં રાજ્ય સરકાર દ્વારા કરાવમાં આવશે.

પુરવઠા અધિકારી પાસે એલપીજી ગેસની બોટલ LPG Gas Bottle વેચવા માટે પરવાનાવો લેવો પડતો હતો. ત્યારે કેટલાક કિસ્સામાં ફરિયાદો બાદ પરવાનો રદ્દ પણ કરવામાં આવતો હતો. જ્યારે અમુક કિસ્સામાં અધિકારીઓની મનમાનીને કારણે ડિલર્સને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આમ સરકાર આ પરવાના પધ્ધતી દૂર કરી એલપીજી ડિલર્સને રાહત આપી શકે છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પહેલા જ કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા માટે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. ત્યારે હવે રાજ્ય સરકાર પાસે પણ લોકોની અપેક્ષા છે. ત્યારે ગુજરાત રાજ્ય સરકાર કેન્દ્રની પહેલ બાદ વેટમાં ઘટાડો કરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત આપવા પ્રયાસ કરી શકે તેમ છે તે પ્રકારના અહેવાલો ફરતા થયા હતા. પરંતુ હાલ તો એ પ્રકારની કોઈ હિલચાલ સરકારમાં જોવા મળતી નથી.

LPG ગેસ ડિલરો માટે મહત્વના સમાચાર : ગાંધીનગર – Gujarati News Live

રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે રાજ્ય સરકાર પર રાજકીય દબાણ સર્જાય તો પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડી સરકાર રાહત આપે તેવું બની શકે તેવું રાજકીય નિષ્ણાતો માને છે.

ઈન્ડસ્ટ્રિયલ સી.એન.જી. ગેસના ભાવ મામલે સરકાર મંત્રણા કરી શકે છે તેવી પણ શક્યતાઓ સુત્રો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. પરંતુ એ બાબતે પણ કોઈ રાજકીય દબાણ નહીં હોવાથી ભાવ ઘટાડા તરફ પગલું લેવાઈ તેવું જણાતું નથી.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...