36 C
Ahmedabad

અલ્લાહ હુ અકબર, હર હર મહાદેવનો નારો આપી ખેડૂતોમાં એકતાના હિમાયતી ગુલામ મોહમ્મદનું અવસાન

Published:

Gujarati News Live નવી દિલ્હી : દેશના ઈતિહાસમાં સૌથી મોટું ખેડૂત આંદોલન અને આંદોલનકારી અને આગેવાનોની એકતાના કારણે સફળ થયું તેમ કહી શકાય. ખેડૂત આંદોલનમાં નેતૃત્વ કરનારા આગેવાનમાંના એક આગેવાન હતા ગુલામ મોહમ્મદ જૌલા, કે જેઓ આંદોલન દરમિયાન ‘હર-હર મહાદેવ, અલ્લાહ-હુ-અકબર’નો નારો આપી એકતાનો સંદેશ આપતા જોવા મળતા હતા. આંદોલનમાં તેમણે આપેલા આ સુત્રને કારણે આંદોલનકારીઓ ધર્મવાદથી જોજનો દૂર જઈ એકતાના તાંતણે બંધાયા હતા. પરંતુ ગુલામ મોહમ્મદ જૌલાના નિધનના દુઃખદ અહેવાલ મળતા ખેડૂતોમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ખેડૂત આંદોલન Farmer Protestના આગેવાન ગુલામ મોહમ્મદ જૌલા Ghulam Mohammad Jaulaનું દુઃખદ અવસાન આજ તારીખ 16 મેના રોજ વહેલી સવાર 6:30 વાગ્યે થયું છે. જૌલાનું અવસાન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. ખેડૂત નેતા મહેન્દ્રસિંહ ટિકૈતની નજીકના માનવામાં આવતા ગુલામ મોહમ્મદએ વર્ષ 2013માં ભારતીય કિસાન સંઘને છોડી દિધું હતું.

Gujarati News Live અલ્લાહ હુ અકબર હર હર મહાદેવનો નારાથી એકતાના હિમાયતી ગુલામ મોહમ્મદનું નિધન

વર્ષ 2013માં મુઝફ્ફરનગર દંગાને પગલે જૌલાએ ભારતીય કિસાન સંઘ Bhartiya Kisan Sanghથી અલવીદા કરી ભારતીય કિસાન મજદૂર મંચ Bhartiya Kisan Mazdoor Manch નામની નવી સંસ્થા બનાવી હતી. બાદમાં ત્રણ કૃષી કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા શરૂ થયેલા આંદોલનમાં જૌલા હિન્દૂ-મુસ્લિમ એકતાના હિમાયતી તરીકે ઉભરી આવ્યા હતા. ખેડૂતોએ આંદોલન દરમિયાન જૌલાએ યુપીની યોગી આદિત્યનાથ સરકારની અને કેન્દ્રની મોદી સરકારની નિતીઓની ટીકા કરી હતી.

ગુલામ મોહમ્મદ જૌલા જાટ-મુસ્લિમ એકતાના ચેહરા તરીકે જોવામાં આવતા હતા. આ સ્થિતિમાં જ્યારે ખેડૂત આંદોલન દરમિયાન કૌમી એકતાની જરૂરીયા અનુભવાઈ ત્યારે ફરી એકવાર ગુલામ મોહમ્મદનો ચહેરો સામે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મહેન્દ્રસિંહ ટિકૈતની સભાઓ અને પંચાયત બેઠકોમાં જૌલા મંચનું સંચાલન કરતા હતા.

ગત વર્ષે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી ત્યારે ગુલામ મોહમ્મદ જૌલાનું નિવેદન આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને સફળતા મળી કારણ કે તેઓ ધર્મના નામે વહેંચાયેલા નથી. તેમણે અગાઉ કહ્યું હતું કે થોડા વર્ષો પહેલા ધર્મના નામે ભટકી ગયેલા યુવાનો પરત આવ્યા છે.

Related articles

Recent articles