36 C
Ahmedabad

એકનાથ શિંદેને ચિફ વ્હિપ પદ પરથી હટાવવામાં આવ્યા, અજય ચૌધરી નવા ચિફ વ્હિપ: મહારાષ્ટ્ર

Published:

Gujarati News Live મુંબઈ : શિવસેનાના નેતા એકનાથ શિંદે (Eknath Shinde)ને પાર્ટીએ મહારાષ્ટ્રમાં ચીફ વ્હીપના પદ પરથી હટાવી દીધા છે. તેમની જગ્યાએ અજય ચૌધરીને નવા ચીફ વ્હીપ બનાવવામાં આવ્યા છે. શિંદે હવે પાર્ટીના ધારાસભ્ય દળના નેતા નથી. જણાવી દઈએ કે ઠાકરે સરકારમાં મંત્રી શિંદેએ કડક વલણ અપનાવ્યું છે અને પાર્ટીના અન્ય 21 ધારાસભ્યો સાથે ગુજરાત પહોંચી (Maharashtra MLA in Gujarati) ગયા છે. તેઓ સુરતની મેરિડિયન હોટલમાં પાર્ટીના ધારાસભ્યો સાથે રોકાયા છે. પાર્ટીના નેતાઓ તેમનો સંપર્ક કરી શકતા નથી. તેમના આ પગલાને કારણે ઉદ્ધવ સરકાર મુશ્કેલીમાં મુકાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

સાથે જ એકનાથ શિંદેએ કહ્યું છે કે અમે બાલાસાહેબના મજબૂત શિવસૈનિક છીએ. બાલાસાહેબે આપણને હિન્દુત્વ શીખવ્યું છે. બાળાસાહેબના વિચારો અને ધરમવીર આનંદ દિઘે સાહેબના ઉપદેશો અંગે અમે ક્યારેય છેતરપિંડી કરી નથી અને ક્યારેય સત્તા માટે છેતરપિંડી કરીશું નહીં.

ભાજપ પર પ્રહાર કરતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જેમ ઉદ્ધવ ઠાકરે સરકારને તોડી પાડવાનું ષડયંત્ર છે. તેમણે કહ્યું, “શિવસેના વફાદારોની પાર્ટી છે. અમે આવું થવા દઈશું નહીં.” જણાવી દઈએ કે એકનાથ શિંદેની ગણતરી શિવસેનાના મજબૂત નેતાઓમાં થાય છે. રાજ્યમાં સંગઠનને મજબૂત કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે. તેમનું આ પગલું ઉદ્ધવ ઠાકરે સરકાર માટે મુશ્કેલી વધારી શકે છે.

Related articles

Recent articles