36 C
Ahmedabad

શિક્ષણ મંત્રી વાઘાણીની ધોરણ 1થી 3 સુધીના અભ્યાસ મામલે મહત્વની જાહેરાત

Published:

Education News in Gujarati અમદાવાદ : રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ બાબતે મહત્વની જાહેરાત કરી છે. અમદાવાના ટાગોર હોલ ખાતે યોજાયેલા વિદ્યાર્થી અને શિક્ષકોના સન્માન સમારંબ દરમિયાન તેમણે આ જાહેરાત કરી હતી. જીતુ વાઘાણીએ શિક્ષકોને સંબોધિત કરતા કહ્યું કે, વર્ષ 2022ના વર્ષમાં નવા સત્રથી શાળાઓ ફરી શરૂ થઈ રહી છે ત્યારે ધોરણ 1થી 3ના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને પણ અંગ્રી વિષય ભણાવવામાં આવશે.

જીતુ વાઘાણીએ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, ગુજરાતી વિષય ફરજિયા ત રહેશે જ પરંતુ અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. આ મામલે ગત વર્ષે જાહેરાત કરવામાં આવી હતી પણ તેનું અમલીકરણ કરવા જઈ રહ્યાં છીએ.

શિક્ષકોની ટ્રેનિંગ બાબતે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ત્રીજા ધોરણમાં પુસ્તક અને ધોરણ 1 અને 2માં ચિત્ર દ્વારા અંગ્રેજી ભણાવવાનું નક્કી કરાયું છે. કારણ કે બાળક 7-8 વર્ષની ઊંમર સુધી સારી રીતે ગ્રહણ કરી શકતું હોય છે. આ માટે શિક્ષકોને પણ ટ્રેનિંગ આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

શિક્ષણ મંત્રી વાઘાણીની ધોરણ 1થી 3 સુધીના અભ્યાસ મામલે મહત્વની જાહેરાત – Gujarati news live

રાજ્યમાં 32 હજાર શાળાઓમાં 51 લાખ વિદ્યાર્થીઓ છે. ત્યારે હાલમાં ધોરણ 5થી અંગ્રેજી વિષય ભણાવાય રહ્યો છે. પરંતુ અંગ્રેજીનું જ્ઞાન હાલમાં ખુબ જ જરૂરી હોય તેમાં ગુજરાતના વિદ્યાર્થી પાછળ ન રહી જાય માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. શૈક્ષણિક સત્ર જૂન 2022થી ધોરણ 1માં અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવ્યો છે. જે જૂન 2023થી ધોરણ 2 સુધી આગળ લઈ જવાશે.

વધુ વાંચો- ચલણી નોટ પર કલામ અને રવિન્દ્રનાથ ટાગોરના ફોટાને લઈ થઈ સ્પષ્ટતા: Viral Fact Check

Related articles

Recent articles