28 C
Ahmedabad

દીવના દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ ! આ કારણોસર લેવાયો છે નિર્ણય

Published:

Gujarati News Live દીવ : કેન્દ્રશાસીત પ્રદેશ દીવનો દરિયાકાંઠો ગુજરાતના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. વળી દીવનો ઐતિહાસિક વારસો પણ ઈતિહાસ રસિકોને ત્યાં દોરી લાવે છે. આમ છતાં સૌથી મોટી સંખ્યામાં દીવ DIU માં પ્રસાસીઓ દીવના દરિયામાં ન્હાવા માટે પહોંચતા હોય છે. પણ જો દીવના દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ લગાવી દીધો હોય તેમ જણાવવામાં આવે તો ? જી હા આવું જ કંઈક થયું છે, આ નિર્ણયની પાછળ જવાબદાર પરિબળ પણ ગંભીર છે.

દેશ અને રાજ્યમાં ચોમાસું નજીક આવી ગયું છે. કેટલાક રાજ્યોમાં પવન અને છાંટા આવ્યાના અહેવાલો પણ આવવા લાગ્યા છે. ત્યારે દીવના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળે તે વાત સામાન્ય છે. પણ જો ઊંચા ઉછળા મોજામાં પર્યટકો ન્હાવા જાય તો ગંભીર પરિણામો આવી શકે છે. જેને ધ્યાને રાખી સાવચેતીના પગલા રૂપે દીવ પોલીસ દ્વારા સ્થાનિક તેમજ પર્યટકો Diu Tourist ને દરિયામાં જતા રોકવામાં આવી રહ્યા છે. આ બાબતે દીવ કલેકટરે કલમ 144 લગાવી આદેશ પણ જાહેર કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ દીવમાં જિલ્લા કલેકટર ફોરમન બ્રહ્માએ જાહેરનામું બહાર પાડી તારીખ 01 જૂનથી તારીખ 31 ઓગસ્ટ સુધી દીવના તમામ બીચ અને દરિયામાં ન્હાવા જવા મનાઈ ફરમાવી છે. આ પ્રતિબંધ પર્યટકો સહિત દીવના સ્થાનિક નાગરિકો પર પણ લાગુ પડશે. પરંતુ પર્યટકો બીચ પર હરવા ફરવા સહિતની ઉજાણી કરી શકે છે, આ આદેશ તેમને માત્ર દરિયામાં ન્હાવા જતા રોકશે. દીવ કલેકટરે જાહેર કરેલા જાહેરનામાના પગલે દીવ પોલીસે દરિયામાં જતા લોકોને અટકાવવાનું કાર્ય શરૂ કરી દિધું છે. ઉપરાંત દીવના તમામ બીચ પર બેનર લગાવી માહિતી પણ પ્રસિધ્ધ કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે, વરસાદની ઋતુમાં દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ લગાવાયો છે અને પોલીસ પણ સતત નજર રાખી રહી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં.

દીવના દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ ! આ કારણોસર લેવાયો છે નિર્ણય – Gujarati news live

અત્રે ઉલ્લેખનીય છે કે દીવમાં ગરમીની મોસમ સમયે દરિયામાં ન્હાવા માટે મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. સાથે જ દીવમાં દારૂ પર પ્રતિબંધ નહીં હોવાના કારણે દારૂ રસિકો પણ પાર્ટીઓ કરવા દીવની સહેલગાહે પહોંચતા હોય છે. પરંતુ ચોમાસાની મોસમના કારણે લોકોના જીવ જોખમમાં ન મુકાય માટે દીવ કલેકટરે દરિયામાં ન્હાવા નહીં જવાનો નિર્ણય કર્યો હોય પર્યટકોની સંખ્યમાં ઘટાડો જોવા મળી શકે છે. મહત્વની બાબત છે કે, જિલ્લા કલેક્ટરે દ્નારા આદેશ જાહેર કરી કલમ 144 લગાડવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ કાયદાનું ઉલ્લઘન કરશે તો તેના પર IPC 188 અને 291 ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ દરિયામાં ન્હાતા જોવા મળશે તો તેમની સામે ગુનો પણ દાખલ થઈ શકે છે. સાથે જ દીવના દરિયાકાંઠે થતી વોટર એક્ટિવિટી પણ 3 મહિના સુધી બંધ રહેશે.

Related articles

Recent articles