Homeગુજરાતહાઈપ્રોફાઈલ જુગાર કેસમાં ભાજપના ધારાસભ્ય સહિત 26ને 2 વર્ષની સજા: હાલોલ

હાઈપ્રોફાઈલ જુગાર કેસમાં ભાજપના ધારાસભ્ય સહિત 26ને 2 વર્ષની સજા: હાલોલ

-

Gujarati news live પંચમહાલ : પંચમહાલ પોલીસે વર્ષ 2021માં શિવરાજપુરના રિસોર્ટેમાંથી હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપી કાર્યવાહી કરી હતી. 1 જુલાઈ 2021ના રોજ જીમીરા રિસોર્ટમાં પોલીસે દરોડા દરમિયાન ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી Kesarisinh Solanki સહિત 26ને આરોપી તરીકે ઝડપી પાડ્યા હતા. જે મામલે આજે હાલોલ કોર્ટે ચૂકાદો આપી 26 આરોપીને 2 વર્ષની સજા ફટકારી છે.

પંચમહાલ જિલ્લાના એલ.સી.બી.ના સ્ટાફે શિવરાજપુર ખાતેના જીમીરા રિસોર્ટમાં દરોડા પાડી મોટું જુગારધામ ઝડપી પાડ્યુ હતું. આ દરોડોમાં આરોપી તરીકે ભાજપના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી પણ હોવાના કારણે કેસ હાઈપ્રોફાઈલ બની ગયો હતો. જેમાં 4 વિદેશી મહિલા સહિત કુલ 7 મહિલા પણ આરોપી તરીકે ઝડપાઈ હતી. આ દરોડામાં પોલીસે કુલ 26 આરોપીની ધરપકડ કરી હતી.

Gujarati news live: હાઈપ્રોફાઈલ જુગાર કેસમાં ભાજપના ધારાસભ્ય સહિત 26ને 2 વર્ષની સજા

પોલીસે જીમીરા રિસોર્ટમાંથી જુગારધામમાંથી કુલ 3.89 લાખ રોકડા અને 25 મોબાઈલ, લેપટોપ, 8 લક્ઝુરિયસ કાર સહિત 1.15 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ચુકાદા સમયે સજા પામેલા કુલ 26માંથી 24 આરોપી હાજર હતા. જેમાં કોર્ટે કલમ 4 મુજબ 2 વર્ષ અને 3 હજાર રૂપિયા દંડ તેમજ કલમ 5 મુજબ 6 મહિનાની સજા અને 1 હજાર રૂપિયા દંડની સજા કરી છે. સાથે જીમીરા રિસોર્ટનો પરવાનો પણ રદ્દ કરવાનો કોર્ટે હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સજા પામેલા આરોપીઓમાં ભાજપના કેસરીસિંહ સોલંકી 2 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે.

જુગાર મામલે કોર્ટે સજા ફટકારી તે 26 દોષિતોના નામ

કેસરીસિંહ જેસીંગભાઇ સોલંકી, હર્ષદ વાલજીભાઈ પટેલ, મંજુ રામુલભાઈ સિવાલ, બબીતા ગણેશભાઈ પોખરેલ, રોમા કેદાર બસનેત, મંજુ કુસુમ પત, હર્ષા દિપેનભાઇ, નીતા વજુભાઇ પટેલ, પીના હર્ષદભાઈ પટેલ, જયેશ રમેશભાઈ આકોલિયા, પ્રમોદસિંહ વિરેન્દ્રસિંહ ક્ષત્રિય, જયેશ લાલજીભાઈ પટેલ, ગીરીશ કાશીરામ પટેલ, રાજેન્દ્ર લાલજીભાઈ પટેલ (રહે. અમદાવાદ), દિપક બાબુભાઈ પટેલ, પ્રફુલ રામભાઈ પટેલ, અનિલ રમેશભાઈ આકોલિયા, નિમેષ ધીરૂભાઇ પટેલ, મોનાર્ક ગણપતભાઈ પટેલ, વિક્રમ મણી સિંહ બનસેત, શૈલેષ ધનજીભાઈ માયાણી, સંજીવ બળદેવભાઇ પટેલ, મહેન્દ્ર મણીભાઈ પટેલ, જયેશ રતિભાઈ કાછડીયા, વિક્રમ જેઠાભાઈ ભરવાડ, પ્રકાશ લાલજીભાઈ ચોડવડિયા.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...