Homeરાષ્ટ્રીયકુલગામમાં આતંકવાદીઓ દ્વારા રાજસ્થાન બેંક મેનેજરની હત્યા: જમ્મુ અને કાશ્મીર

કુલગામમાં આતંકવાદીઓ દ્વારા રાજસ્થાન બેંક મેનેજરની હત્યા: જમ્મુ અને કાશ્મીર

-

Gujarati News Live શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનું મનોબળ ચરમસીમા પર છે. ગુરુવારે કુલગામમાં આતંકવાદીઓએ એક વ્યક્તિની હત્યા કરી હતી. આ વ્યક્તિની ઓળખ બેંક મેનેજર તરીકે કરવામાં આવી છે, જે મૂળ રાજસ્થાનના હનુમાનગઢનો રહેવાસી હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદીઓએ કુલગામ જિલ્લાના અરેહ મોહનપોરા સ્થિત સ્થાનિક દેહાતી બેંકમાં બેંક મેનેજર [Bank Manager] પર ગોળીબાર કર્યો હતો. આ આતંકવાદી ઘટનામાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે Ashok gehlot આ ઘટનાની નિંદા કરી છે. તેમણે ટ્વીટ કર્યું, “જમ્મુ-કાશ્મીરના કુલગામમાં કામ કરતા રાજસ્થાનના હનુમાનગઢના રહેવાસી વિજય કુમારની આતંકવાદી [Terroris]ઓ દ્વારા હત્યા અત્યંત નિંદનીય છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, તેમની આત્માને શાંતિ આપે અને પરિવારને હિંમત આપે.”

સાથે જ એનડીએ સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, “એનડીએ સરકાર કાશ્મીરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં નિષ્ફળ રહી છે. કેન્દ્ર સરકારે કાશ્મીરમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. આતંકવાદીઓ દ્વારા આપણા નાગરિકોની આવી હત્યા સહન કરવામાં આવશે નહીં.”

કુલગામમાં આતંકવાદીઓ દ્વારા રાજસ્થાન બેંક મેનેજરની હત્યા: કાશ્મીર Gujarati News Live

જણાવી દઈએ કે આ પહેલા આ વર્ષે 7 મેના રોજ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ એક પોલીસકર્મીને ગોળી મારીને ઘાયલ કરી હતી. ઘટના અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આતંકવાદી હુમલામાં ઘાયલ કોન્સ્ટેબલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

અધિકારીના જણાવ્યા અનુસાર, “શહેરના સફાકદલ વિસ્તારમાં આવેલા આઈવા બ્રિજ પાસે સવારે લગભગ 8.40 વાગ્યે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસના એક કોન્સ્ટેબલ પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થયો હતો.” અધિકારીએ જણાવ્યું કે હુમલા બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...