Gujarati News Live આણંદ : કોંગ્રેસના મહિલા મામલે ફરી વિવાદમાં આવેલા ભરતસિંહ સોલંકીની મહિલ મિત્ર એ ભરતસિંહના પત્નિ રેશ્મા પટેલ પર ફરિયાદ કરી છે. નવજીવન ન્યૂઝ.ઈનના અહેવાલ મુજબ આણંદ પોલીસ સ્ટેશન ખાતે આ ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદમાં ભરતસિંહના પત્નિ સહિત દસ સાગરીતો સામે આણંદના ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી છે.
ભરતસિંહ સોલંકીના પત્નિ રેશ્મા પટેલ વચ્ચે ચાલતો વિવાદ કોર્ટના દ્વાર સુધી પહોંચ્યો છે. એક તરફ ભરતસિંહે પોતાના જીવના જોખમ હોવાનું કારણ ધરી પત્નિ રેશ્મા પટેલથી છૂટાછેડાની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ભરતસિંહ દ્વારા રેશ્મા પટેલને નોટીસ આપવામાં આવી હતી. પણ તાજેતરમાં જ ભરતસિંહના મહિલા મિત્રના ઘરેથી તેમના પત્નિ રેશ્મા પટેલ અને અંગત લોકો ભરતસિંહ અને તેમના મહિલા મિત્રના ઘરમાં પહોંચી ગયા હતા. આ તકનો કથિત વિડીયો વાયરલ થતા રાજકારણમાં ચકચાર મચી જવા પામી હતી. સાથે જ સોશિયલ મીડિયા પર વિવિધ તર્કો રજૂ થવા લાગ્યા હતા. આ કથિત વિડીયોમાં અભદ્ર વાણી વિલાસ અને ઝપાઝપી થતી હોવાનું પણ જોવા મળ્યું હતું.
મહિલા મિત્રના ઘરે પત્નિ રેશ્મા પટેલ પહોંચી ધમાલ મચાવતા હોય તેવો કથિત વિડીયો સામે આવતા કોંગ્રેસના નેતા ભરતસિંહ સ્પષ્ટતા આપવા મિડીયા સમક્ષ આવ્યા હતા. પત્રકારોને તેમણે જણાવ્યું હતું કે, તેમની પત્નિથી તેમને જીવનું જોખમ છે તેમજ પત્નિને માત્ર સંપત્તિમાં રસ છે. ઉપરાંત સક્રિય રાજકારણમાંથી પણ તેઓ હાલ પૂરતો બ્રેક લઈ રહ્યાં છે તેવું પણ જાહેર કર્યું હતું.
ભરતસિંહના મહિલા મિત્ર રેશ્મા પટેલ વિરૂધ્ધ આણંદમાં કરી ફરિયાદ – Gujarati News Live
આણંદ ખાતે ઘટેલી કથિત ઘટનાના પગલે કોંગ્રેસના ભરતસિંહની મહિલા મિત્રએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક લેખિત ફરિયાદ આપી છે કે, રેશ્મા પટેલ અને તેમના સાગરીતો તેમના ઘરમાં ગેરકાયદે ગૃહપ્રવેશ કરીને તેમની ઉપર હુમલો કર્યો અને તેમના ઔચિત્યને નુકશાન પહોંચાડવામાં આવ્યું છે, આ મામલે આણંદ પોલીસ તપાસ ચલાવી રહી છે.