35 C
Ahmedabad

જવાબ મંત્રીને આપવાનો હોય પાટીલને વચ્ચે બોલવાનું કોઈ કારણ નથી: જીજ્ઞેશ મેવાણી

Published:

Gujarati news Live અમદાવાદ : ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કરમાવત તળાવને લઈ હાલ રાજકારણ ગરમાયું છે. છેલ્લા બે મહિના જેટલા સમયથી જિજ્ઞેશ મેવાણી કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવા મુદ્દે આંદોલન કરી રહ્યાં છે. મેવાણી પાલનપુરના વડગામ સહિતના વિસ્તારોમાં જઈ જળ આંદોલન કરી સરકાર પર દબાણ લાવી રહ્યાં છે. ત્યારે ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ અને જિજ્ઞેશ મેવાણી આ મુદ્દે આમને-સામને આવી ગયા છે.

ગઈકાલે 19 જૂનનારોજ કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવા મામલે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી Jignesh Mevani એ ગુજરાત સરકારને અલ્ટિમેટમ આપવાની વાત કરી હતી. જિજ્ઞેશના અલ્ટિમેટમના જવાબમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જિજ્ઞેશ મેવાણી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે, “જિજ્ઞેશ મેવાણીને આ મુદ્દે બોલવાનો અધિકાર નથી, ચૂંટણી આવી મેવાણીએ પત્રકાર પરિષદ યોજ સણસણતો જવાબ આપ્યો હતો.

પત્રકાર પરિષદમાં જિજ્ઞેશ મેવાણીએ પાટીલ પર કટાક્ષ કરતા જણાવ્યું કે , મે જ્યારે વાત કરી કે હું મુખ્યમંત્રે અલ્ટિમેટમ આપવા જવાનો છું ત્યારે તેનો જવાબ મુખ્યમંત્રી, પાણી પુરવઠાના મંત્રી, સિંચાઈ મંત્રીએ નહીં પણ ભાજપના હોદ્દેદાર સી. આર. પાટીલે આપ્યો છે.

પાટીલને વચ્ચે બોલાવનું કોઈ કારણ નથી

કટાક્ષ કરતા જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, જ્યારે કોઈ ચાલુ ધારાસભ્ય કોઈ વિભાગના સબંધિત પ્રશ્ન ઉઠાવે તેનો જવાબ વિભાગન મંત્રીએ આપવાનો હોય. માટે આમા સી. આર. પાટીલને વચ્ચે બોલવાનું કોઈ કારણ બનતું નથી.

પેલા વિધાનસભાના રેકર્ડ ચેક કરો પછી નિવેદન આપો

સાથે જ મેવાણીએ કહ્યું કે જિજ્ઞેશભાઈ 5 વર્ષ ક્યાં ગયા હતા તેનો જવાબ હું આપું છું કે, જિજ્ઞેશભાઈ છેલ્લા 5 વર્ષથી કરમાવત મુદ્દે રજૂઆતો કરી છે અને તેનો સાક્ષી વડગામનો એક-એક મતદાર છે. તમે પેહલા વિધાનસભાના રેકોર્ડ ચેક કરો અને પછી નિવેદનો આપો.

હકીકતમાં લોકોના પ્રશ્નોને લઈને રાજનીતિ થવી ન જોઈએ, લોકોની તકલીફ કેવી રીતે દૂર કરવી તે અંગે સત્તાપક્ષ અને વિપક્ષ સાથે બેસીને જો ચર્ચા કરે તો લોકોના પ્રશ્નનું નિરાકરણ ઝડપથી આવી શકે છે. ગુજરાતમાં છેલ્લા અઢી દાયકથી પણ વધારે સમય સત્તામાં રહેલી ભાજપના પ્રદેશ અધ્યક્ષ ગઇકાલે નિવેદન આપે છે કે, જિગ્નેશ મેવાણીને આ મુદ્દે બોલવાનો અધિકાર નથી પાંચ વર્ષ ક્યાં હતા. તો ભાજપ તો આટલા સમયથી ગુજરાતમાં સત્તા ભોગવે છે તો પછી કેમ વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના લોકો પાણીથી વંચિત છે અને તેમણે પાણી માટે જળ આંદોલન કરવું પડે છે અને પ્રધાનમંત્રી મોદીને પત્ર લખવો પડે છે આ મુદ્દે પણ સી.આર.પાટિલે જવાબ આપવો જોઈએ.

Related articles

Recent articles