36 C
Ahmedabad

આમ આદમી પાર્ટીનું નવું માળખું જાહેર, 679 હોદ્દેદારોની યાદી જાહેર

Published:

Gujarati News અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાના તરફી પરિણામ આવે તેવી મહેચ્છા સાથે દરેક રાજકીય પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે આમ આદમી પાર્ટી પંજાબની સફળતા બાદ ગુજરાતમાં સફળ થવાની વાત કરી રહ્યું છે. જે માટે આમ આદમી પાર્ટીએ ગુજરાતનું નવું સંગઠન જાહેર કર્યું છે. આજરોજ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ડૉ. સંદિપ પાઠકે પત્રકાર પરિષદનું આયોજન કરી નવા માળખની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટી AAP એ જાહેર કરેલા નવા માળખામાં 679 જેટલા નેતાઓની વિવિધ પદો પર નિયુક્તી કરી છે.

વિધાનસભાથી લઈ રાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષા સુધીની ગુજરાતના નેતાઓની જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. જેમાં કદાવર નેતઓ, પક્ષ બદલી કરી આમ આદમીમાં સામેલ થયેલા નેતાઓ અને પત્રકારમાંથી નેતા બનેલા ઈશુદાનને પણ જવાબદારી સોંપવામાં આવી છે. મહત્વની વાત છે કે આમ આદમી પાર્ટીના માળખામાં વિવિધ પ્રકારની વિંગોના પણ અધ્યક્ષ પદ આપી નેતાઓને ખુશ રાખવાનો પ્રયાસ જોવા મળે છે.

નવા જાહેર થયેલા આમ આદમી પાર્ટીની ગુજરાતના માળખામાં કિશોર દેસાઈ પ્રદેશ પ્રમુખ, મનોજ સોરઠીયા મહામંત્રી, કૈલાશ ગઢવી ખજાનચી, જગમાલ વાળા, સાગર રબારી, રીનાબેન રાવલ અને અર્જૂન રાઠવા પ્રદેશ ઉપપ્રમુખ પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે આદિવાસી માટે બનાવેલા બીરસા મુંડા મોરચાના પ્રમુખ પદે બીપીન ગામેતી અને સહકારી સંઘની પાંખ માટે પ્રમુખ ભેમાભાઈ ચૌધરી, જયભીમ મોરચાના પ્રમુખ પદે મહેશ કોલસાવાલા, કિસાન પાંખના વડા રાજુભાઈ કરપડા, લિગલ પાંખના પ્રમુખ તરીકે પ્રણવ ઠક્કર, સ્પોર્ટ્સ વિંગના પ્રમુખ તરીકે આરિફ અંસારી, યુવા પાંખના પ્રમુખ તરીકે પ્રવિણ રામ, ડૉકટર વિંગના પ્રમુખ તરીકે ડૉ. કિશોર રૂપારેલીયાની નિયુક્તી કરવામાં આવી છે.

ઈશુદાન અને ઈન્દ્રનીલને રાષ્ટ્રીય હોદ્દો

આમ આદમી પાર્ટીના ગુજરાતના ચૂંટણી પ્રભારી ડૉ. સંદિપ પાઠકે જણાવ્યું હતું કે, જૂના સંગઠનને વિખેરી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા બે મહિના જેટલા સમયમાં જ આમ આદમી પાર્ટી સાથે નવા 30 હજાર કરતા વધારે સક્રિય કાર્યકરો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી માટે પણ ચહેરો નક્કી કરી જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના સંગઠનમાં ઈશુદાન ગઢવીને રાષ્ટ્રીય કક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ છોડી આમ આદમીમાં સામેલ થયેલા ઈન્દ્રનીલ રાજ્યગુરૂને પણ રાષ્ટ્રીય સહ સચીવના પદ નિયુક્ત કરવામાં આવ્યા.

આમ આદમી પાર્ટીના679 હોદ્દેદારોની યાદી જાહેર – Gujarati News Live

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગુલાબસિંહે ચૂંટણીમાં મજબૂર ટક્કર આપવાની વાત કરતા જણાવ્યું કે આગામી ચૂંટણી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે લડાશે અને પરિણામો પણ ચોંકાવનારા આવશે. ઈશુદાન ગઢવીએ આ તકે જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ આ યાદી બનાવવામાં આવી છે. નિયુક્ત તમામ હોદ્દેદારોને હું અભિનંદન પાઠવું છું. નવું સંગઠન વિધાનસભા અને લોકસભા મુજબ બનાવ્યું છે જેમાં એક વિધાનસભા વિસ્તારના ચાર સંગઠન મંત્રીઓ હશે.

Related articles

Recent articles