Homeરાષ્ટ્રીય87 માંથી 86 કેસમાં જામીન મળ્યા પણ 1 કેસમાં કેમ નહીં, આ...

87 માંથી 86 કેસમાં જામીન મળ્યા પણ 1 કેસમાં કેમ નહીં, આ ન્યાયની મજાક છે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટને કરી ટકોર

-

Gujarati News Latest નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની Azam Khan જામીન અરજી પર નિર્યણ નહીં આવવા બાબતે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટ પર આકરી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, આઝમ ખાનને 87 કેસમાંથી 86 કેસમાં જામીન મળી ગયા તો 1 કેસમાં જામીન 137 દિવસ પસાર થવા બદા પણ અલ્હાબાદ હાઈકોર્ટ કેમ નિર્ણય પર ન આવી ? સુપ્રીમ કોર્ટે Supreme Court આકરી ટિપ્પણી કરી હતી કે આ ન્યાયની મજાક છે. જો હાઈકોર્ટ નિર્ણય નહીં લે તો અમે આ મામલે હસ્તક્ષેપ કરીશું. આ મામલે આગામી 11 મેના રોજ વધુ સુનવણી હાથ ધરવામાં આવશે.

સમગ્ર ઘટના એવી છે કે, ઉત્તર પ્રદેશ UP માં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની વર્ષ 2017 થી પુછપરછ શરૂ કરવામાં આવી હતી. બાદમાં વર્ષ 2019માં રામપુર બેઠક પરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા બાદ આઝમ ખાન વિરૂધ્ધ 87 કેસ નોંધવામાં આવ્યા હતા. બાદમાં ફેબ્રુઆરી 2020ના રોજ સીતાપુર જેલ હવાલે કરવામાં આવ્યા હતા. લાંબા સમય સુધી કાનુની લડત ચાલ્યા બાદ આઝામ ખાનને 86 કેસમાં તો જામીન મળી ગયા છે પરંતુ શત્રુ સંપત્તિ મામલાના એક કેસનો ચુકાદો હજૂ સુધી આવ્યો નથી.

Gujarati News Latest- આઝમ ખાનની જામીન અરજી મામલે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટને કરી ટકોર

ગત વર્ષ 4 ડિસેમ્બરના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. જેના ચાર માહિના બાદ આઝમ ખાન દ્વારા સુપ્રીમ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી. જેમાં આઝમ ખાન તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઉત્તર પ્રદેશ સરકાર રાજકીય બદલો લેવાની ભાવનાથી જાણી જોઈ વિલંબ કરે છે.

આ મામલે આઝમ ખાન તરફથી કપિલ સિબ્બલને વકિલ દરજ્જે રોકવામાં આવ્યા છે. સિબ્બલે આઝમ ખાન વતી કરેલી અરજીમાં કહ્યું કે, કોર્ટે જામીન અરજી પર આદેશ સુરક્ષિત કર્યા બાદ ચુકાદો લાંબા સમયથી પેન્ડિય પડ્યો છે. આઝમ ખાન જેલમાં છે જ્યારે હાઈકોર્ટે જામીન અરજી પરનો ચુકાદો 4 ડિસેમ્બરના રોજથી સુરક્ષિત રાખ્યો છે. માટે સુપ્રીમ કોર્ટે આ મામલે સુનવણી કરી યોગ્ય આદેશ આપવો જોઈએ.

ગઈકાલે ગુરૂવારના રોજ જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ એલ. નાગેશ્વર રાવની બેન્ચમાં સુપ્રીમ કોર્ટમાં સુનવણી કરવામાં આવી હતી. જેમાં સરકારે કોર્ટને કહ્યું હતું કે, અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે સાંજે 6:30 વાગ્યા સુધી આ મામલામાં સુનાવણી કરી હતી અને ચુકાદો અનામત રાખ્યો હતો. માટે આ મામલે સુપ્રીમ કોર્ટે સુનવણી હાલ પુરતી ન કરવી જોઈએ.

Must Read