Monday, May 16, 2022

કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીને મદદનીશ ટી.ડી.ઓ. નો ચાર્જ ! સુત્રાપાડાના મહિલા સદસ્યએ મુખ્યમંત્રીને કરી ફરીયાદ

Gujarati News Today Latest, ગીર સોમનાથ Somnath : ગીર સોમનાથ જિલ્લાની સુત્રાપાડા તાલુકા પંચાયતના સદસ્ય મંજૂબેન બારડએ મુખ્યમંત્રીને સંબોધીને એક ફરીયાદ કરી છે. જેમાં તેમણે જિલ્લા અને તાલુકા પંચાયતના અધિકારીઓ નિયમો નેવે મુકી સુત્રાપાડા Sutrapada તાલુકામાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર નોકરી કરતા કર્મચારીને બે વર્ષથી મદદનીશ તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ સોંપ્યો હોવાની ફરિયાદ કરી છે.

ગીર સોમનાથ Somnath/ કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીને મદદનીશ TDO નો ચાર્જ ! CM ને ફરીયાદ

સુત્રાપાડા તાલુકા પંચાયત ના મહિલા સદસ્ય એ મુખ્યમંત્રી Chief Minister ને લેખીત ફરિયાદ કરી ગીર સોમનાથ જિલ્લાના અધિકારીઓ પરેશાનીમાં મુકાય શકે છે. મહિલા સદસ્યની ફરિયાદ છે કે, કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારી વાય. આર. ચાવડાને છેલ્લા બે વર્ષથી મદદનીશ તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ સોપ્યો છે. આ બાબતને તદ્દન  ગેરવ્યાજબી ગણાવી તેમણે વધુ એક ગંભીર આક્ષેપ કર્યો છે કે, અધિકારી અને કર્મચારી સાથે મળી તેમને લાટી ગ્રામ પંચાયતના વહિવટદારનો ચાર્જ પણ આપવામાં આવેલો છે. તેઓ સરકાર કર્મચારી ન હોવા છતાં પણ તેઓને ચાર્જ સોંપવામાં આવ્યો છે. વળી આ તાલુકામાં સરકારી કર્મચારી હોવા છતાં કોન્ટ્રાક્ટ બેઈઝ ચાવાડાને ચાર્જ સોંપવામાં આવ્યાનો પણ આક્ષેપ કરાયો છે.

આ સાથે જ મહિલા સદસ્યની ફરિયાદમાં આક્ષેપ જોવા મળે છે કે, લાટી ગ્રામ પંચાયતના બજેટ સુપરસીડ માટે વિકાસ કમિશનર ગાંધીનગરને કરેલી દરખાસ્તમાં પણ વાય.આર. ચાવડાને મદદ તાલુકા વિકાસ અધિકારી બતાવી વિકાસ કમિશનરને પણ ગેર માર્ગે દોરેલા છે. આ કાર્યમાં જિલ્લા અધિકારી પણ સામેલ હોવાનો આક્ષેપ ફરિયાદમાં જોવા મળે છે.

મહિલા સદસ્યનું પત્રમાં કથન જોવા મળે છે કે, આ કર્મચારીને ખરેખર મુળ હુકમથી સોંપવામાં આવેલી કામગીરી કરવાને બદલે તેઓ મદદ તાલુકા વિકાસ અધિકારીની કામગીરી કરે છે. છતાં પણ તેમનો પગાર નિયામક દ્વારા આઈ.આર.ડી. ની કામગીરીનો પગાર આપવામાં આવ્યો છે.

આ મામલે તપાસ કરી આ કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારી દ્વારા થયેલા નાણાકીય વ્યવહારોને રદ્દ કરવા તેમજ અધિકારીઓ વિરૂધ્ધ તપાસ કરવાની માંગણી સુત્રાપાડા તાલુકા પંચાયતના મહિલા સદસ્ય મંજૂબેન દ્વારા કરવામાં આવી છે.

Read More આજના તાજા સમાચાર ગુજરાત:

વડનગર ગ્રામપંચાયત સામે થશે તપાસ, ભ્રષ્ટાચાર મામલે કપીલ ગાધેની લાંબી લડાઈ બાદ નિર્ણય

મંત્રી ભરાયા/ દિલ્હીના શિક્ષણમંત્રીએ કહ્યું, હું સોમવારે ગુજરાતની શાળા જોવા જઈશ

- Advertisment -

Must Read

rajkot district congress leader protest against price hike arjun khatariya

લીંબુ-મરચાના હાર પહેરી મોંઘવારીનું બેસણું કરે તે પહોલા કોંગ્રેસીઓને અટકાયત: રાજકોટ

Rajkot News રાજકોટ : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ...