HomeગુજરાતST એ 1 ટિકીટ ઓનલાઈન 2 વાર વેચી અને પોલીસે 6 પેસેન્જરને...

ST એ 1 ટિકીટ ઓનલાઈન 2 વાર વેચી અને પોલીસે 6 પેસેન્જરને નીચે ઉતાર્યા: વાહ ડિજિટલ ગુજરાત

-

Gujarati news Latest અમદાવાદ : ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા લોકોને ઓનલાઈન સેવાઓ પુરી પાડવામાં આવે છે. એ પ્રકારે ગુજરાત એસ.ટી. નિગમ પણ ઓનલાઈન બસ ટિકીટ બુકિંગ સુવિધા આપે છે. દેશ અને ગુજરાત ડિજિટલ Digital Gujarat થાય તેનો વાંધો નતી આ કાર્ય સરાહનિય છે પણ ડિજીટલ જ્યારે ધનધડા વિનાનું થાય ત્યારે સુવિધા મુશ્કેલી બની જતી હોય છે. એવો જ એક કિસ્સો સામે આવ્યો અમદાવાદમાં જ્યાં જીએસઆરટીસી ઓનલાઈન ટિકીટ બુકિંગ GSRTC Online Ticket Booking સુવિધાનો ગ્રાહકો માટે મુશ્કેલી બની ગઈ હતી.

ગુજરાત એસ.ટી. Gujarat ST નિગમની ઓનલાઈન ટિકીટ બુકિંગ સેવા ખોરંભે ચડેલી હોય તેમ જણાય છે. એડવાન્સ ટિકીટ બુકિંગ Advance Ticket Booking કરાવી ગ્રાહકો સીટ મળવાની ગેરેન્ટીથી નિરાંત અનુભવતા હોય છે. પરંતુ હાલની સ્થિતી જોતા નથી લાગતું કે ઓનલાઈન એડવાન્સ ટિકીટ બુકિંગ કરવાથી મુસાફરને રાહત અનુભવ થાય. ઓનલાઈન બુકિંગ સુવિધા ખોરંભે ચઢતા મુસાફર ગ્રાહકો અને બસના કંડકટર મુશ્કેલીમાં મુકાય છે. કારણ કે એવા કિસ્સા બને છે જેમાં ઓનલાઈન બુકિંગ કરવા છતાં બસમાં સીટ નથી મળતી. GSRTCએ 1 ટિકીટ ઓનલાઈન 2 વાર વેચી: વાહ ડિજિટલ ગુજરાત – Gujarati news latest

એસ.ટી. નિગમની વોલ્વો Volvo Bus બસમાં તેમજ એક્સપ્રેસ બસમાં ઓનલાઈન એડવાન્સ બુકિંગને પ્રોત્સાહન માટે વિવિધ પ્રમોશન કરવામાં આવે છે. જેના કારણે મુસાફરો ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરતા થયા છે. પંરતુ ઓનલાઈન બુકિંગ સુવિધામાં ખામી સર્જાતા 1 સીટમાં 2 મુસાફરોને ટિકીટ ફાળવી દેવામાં આવે છે. આવી સ્થિતીમાં કન્ડકટર ખાલી પડેલી સીટમાં મેનેજ કરી મુસાફરને બેસાડી લેતા હોય છે. પરંતુ જ્યારે બસ ફુલ હોય ત્યારે મામલો પોલીસ સુધી પહોંચે તેવી સ્થિતી સર્જાય છે.

આવો કિસ્સો રાજકોટ-અમદાવાદ Rajkot-Ahmedabad Volvo વચ્ચે ચાલતી વોલ્વો બસમાં આવું જ કંઈક થતા પોલીસને ધક્કો થયો હતો. જેમાં વોલ્વો બસમાં 33, 39 અને 40 નંબર નંબરની સીટનું બુકિંગ ઓનલાઈન મુસાફરો દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે બસમાં મુસાફરો પહોંચ્યા ત્યારે એક જ સીટને 2 વખત વેચવામાં આવી હતી. જેના કારણે 3 સીટ અને 6 પેસેન્જર બસમાં મુસાફરી કરવા પહોંચ્યા હતા. આ સ્થિતીમાં હોબાળો સર્જાય તે સ્વાભાવિક છે અને તે સર્જાયો. આખરે પોલીસને બોલાવવામાં આવી અને ત્રણ સીટને ઓનલાઈન બુકિંગ કરનાર 6 લોકોને બસમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.

Must Read