Jamnagar News : જામનગર એસઓજીએ મેઘપર (પડાણા) વિસ્તારમાંથી 2 કિલોગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ગાંજા સહિત રૂપિયા 1 લાખ 92 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામ નજીક આવેલી યાદવ હોટલ પાસે મકાન ભાડે રાખી રહેતા પ્રેમચંદ્ર બ્રિજનાથ ચૌહાણ માદક પદાર્થના જથ્થા સાથે હોવાની બાતમી મળી હતી.
વધ વાંચો- રાજકોટ પોલીસને ચકચારી હત્યા કેસમાં ભુરો મળ્યો નથી અને હવે મયુરસિંહ પેરોલ જમ્પ કરી થયો ફરાર
એસઓજીની ટીમે દરોડો કરી આરોપી ગાંજાના જથ્થા સાથે પ્રેમચંદ્ર બ્રિજનાથ ચૌહાણને ઝડપી પાડ્યો હતો. રૂપિયા 20 હજારની કિંમતનો ગાંજા સહિત રૂપિયા 1 લાખ 92 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી છે.
વધુ વાંચો- કેમિકલ લીકેજ થતા લોકોમાં નાસભાગ મચી, GPCB કરશે કાર્યવાહી: જેતપુર