Homeગુજરાતમોરબીમોરબીની સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડમાંથી વાહન ચોરી થયાની ફરિયાદ

મોરબીની સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડમાંથી વાહન ચોરી થયાની ફરિયાદ

-

મોરબી ન્યુઝ : મોરબીમાં બાઈક ચોર જાણે બેફામ બન્યા હોય તેમ ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી બાઈક ચોરીની ઘટનાઓ ચોરીના કિસ્સાઓ વધતા હોય તેવો ઈશારો કરે છે. ત્યારે સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડ (Government Hospital Morbi)માં પાર્ક કરેલી બાઈક ચોરી થયાના અહેવાલ સામે આવ્યા છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન (Morbi City A Division Police Station) ખાતે બાઈક ચોરીની ફરિયાદ દાખલ થઈ છે.જેમાં ફરિયાદી જલ્પનભાઈ હિરજીભાઈ અઘેરાએ જણાવ્યું છે કે, તેમનું હિરો સ્પ્લેન્ડર બ્લેક કલર જેના નંબર GJ.10.CC.1961 એન્જિન નંબર HA10EJFHA24204 તથા ચેસીસ નંબર MBLHA10AMFHA65339 છે. જે સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલું હતું ત્યાંથી ચોરી થયું છે.

જૂઓ વિડીયોજાણો દેશના તિરંગા રાષ્ટ્રધ્વજનો ઈતિહાસ અને રોચક માહિતી

પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે IPCની કલમ 379 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Must Read