Gujarati News : ભારત (India) તરફથી થોડ સમય પહેલા ભુલથી મિસાઈલ છોડી દેવાની ઘટના મામલે મોટા સમાચાર મળી રહ્યાં છે. આ ઘટનામાં ત્રણ વાયુસેના (Airforce)ના અધિકારીઓ પર પગલા લેવામાં આવ્યા છે.
ભારતીય મિસાઈલ (Missile) ભુલથી છુટી જતા પાકિસ્તાન (Pakistan)માં જઈ પડી હતી. આ ઘટનાના આંતરરાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા હતા. મામલાની ગંભીરતા પારખી ઈન્કવાયરીના આદેશ કરવામાં આવ્યા હતા. જે મામલે ભારતીય વાયુસેનાના ત્રણ અધિકારીઓને બરતરફ કરવાનો નિર્યણ કરવામાં આવ્યો છે.
વધુ વાંચો- ગુજરાતના આ ગામના કુતરા પણ કરોડપતિ છે ! ખેતીની જમીન ધરાવે છે
ભારતની બ્રહ્મોસ મિસાઈલ ભુલથી પાકિસ્તાન તરફ છોડી દેવામાં મોટો હોબાળો સર્જાયો હતો. જે મામલે અહેવાલ મળી રહ્યાં છે કે, આ મામલે કોર્ટ ઑફ ઈન્કવાયરીમાં ત્રણ અધિકારીઓએ એસ.ઓ.પી. (માનક સંચાલન પ્રક્રિયા)નું પાલન કર્યું નથી. ઉલ્લેખનીય છે કે, 9 માર્ચના રોજ બ્રહ્મોસ મિસાઈલ ફાયર થઈ ગઈ હતી અને પાકિસ્તાનમાં જઈ પડી હતી.
સદભાગ્યે આ ઘટનામાં મિસાાઈલ સાથે દારૂગોળો ન હોય કોઈ જાનહાની કે મોટું નુકશાન થયું ન હતું. આ ઘટનાની તપાસના અંતે ત્રણ અધિકારીઓને એક્સિડેન્ટલ ફાયરિંગના જવાબદારમાની નોકરી પરથી બરતરફ કરવાનો હુકમ કર્યો છે.
વધુ વાંચો- રાજકોટમાં મહિલાને ફાર્મ હાઉસમાં લઈ જઈ બે-બે વખત બળાત્કાર કરી વિડીયો બનાવ્યો
આજરોજ 23 ઑગસ્ટ 2022ના રોજ ત્રણેય અધિકારીઓને બરતરફ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ ભારતીય રક્ષા મંત્રાલય દ્વારા ઘટના પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને ઘટના સમયે મિસાઈલ 100 કિલોમીટર સુધી અંદર ઘુસી ગઈ હોવાની માહિતી આપી હતી.