Homeગુજરાતમોરબીમોરબીમાં આ ચાર વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની થઈ રજુઆત

મોરબીમાં આ ચાર વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની થઈ રજુઆત

-

મોરબી : મોરબી સામાજીક આગેવાનો દ્વારા આજરોજ મોરબી (Morbi)ના જૂના રજવાડા સમયના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરવામાં આવી હતી. આગેવાન હરદતસિંહ જાડેજા, નિલેશભાઈ પારેખ, હરીશ ભાઈ જાદવ, ચિંટુભાઈ પાટડીયા અને સંજયભાઈ ટોઇટા દ્વારા મોરબી જિલ્લા કલેકટરને તેમજ મોરબી કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને રજુઆત કરવામાં આવી છે.

આગેવાનોએ રજૂઆત કરી છે કે, રજવાડા સમયના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે આ વિસ્તારોમાં હિન્દૂ ધર્મના લોકો રહેતા હોઈ અન્ય ધર્મના લોકો રહેવા આવે તો તકરારો ઉભી થતી હોય છે. જેના કારણે કેટલાક સામાજીક અને ધાર્મિક કાર્યક્રમોમાં પણ સંઘર્ષ થવાની વકી રહેતી હોય છે. ઉપરાંત કેટલાક નાના મોટા ઝઘડાની ઘટનાઓ પણ થતી રહે છે.

વધુ વાંચો- મોરબી માર્કેટ યાર્ડના આજના જણસીના ભાવ: ખેડૂત સમાચાર

આવી સ્થિતીમાં મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલા કુબેરનાથ રોડ, મોચી શેરી, લુહાર શેરી આમલી ફળી, કંસારા શેરી, મોચી ચોક,સાઈ વાળો ખાંચો, દફતરી શેરી, જૂની હનુમાન શેરી હવેલી શેરી, કડીયા શેરી સાંકડી શેરી અને નહેરુ ગેટથી દરબારગઢ સુધીના તમામ શેરીઓમાં તથા લખધીરવાસ વિસ્તારમાં લક્ષ્મી નારાયણ શેરી, ઝવેરી શેરી, બુઢાબાવાની શેરી, જોડિયા હનુમાન શેરી, ઘંટીયા પા શેરી, હનુમાન શેરી, ભવાની ચોક, દરબાર શેરી, આર્યસમાજ મંદિર વિસ્તાર, લોહાણા પરા, બક્ષી શેરી અને દરબાર ગઢ વિસ્તારમાં આવેલ સંઘવી શેરી, દેરાસર શેરી, ખોખણી શેરી, નાની-મોટી માધાની શેરી, દરબારગઢ મેઈન રોડ, મચ્છુ બારી મેઈન રોડ, ખત્રીવાડ, જૈન દેરાસર,સોની જ્ઞાતિ વાઘેશ્વરી મંદિર, મચ્છુ માતાજી મંદિર, શીતળા માતાજી મંદિર, વેરાઈ શેરી, જાની શેરી અને નાની બજારમાં આવેલ સુતાર શેરી, રાધા કૃષ્ણ શેરી, પારેખ શેરી, ચૌહાણ શેરી, બુઢા બાવાની શેરી, ત્રિકમરાય મંદિર, ગોવર્ધનજી મંદિર વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે કાયદાની જોગવાઈ મુજબ અશાંત ધારો લાગુ પડતા વિસ્તારમાં મિલકતના વેચાણ કરવા માટે કલેકટર પાસેથી મંજૂરી મેળવાની રહે છે. આ સ્થિતિમાં મિલકતના ખરીદ વેચાણ કરવા ઈચ્છતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે કલેકટરની પરવાનગી મેળવ્યા પહેલા મિલકતની ખરીદી કે વેચાણ થઈ શકતું નથી.

Must Read