Homeજાણવા જેવુંગુજરાતના આ ગામના કુતરા પણ કરોડપતિ છે ! ખેતીની જમીન ધરાવે છે

ગુજરાતના આ ગામના કુતરા પણ કરોડપતિ છે ! ખેતીની જમીન ધરાવે છે

-

બનાસકાંઠા ન્યુઝ : ગુજરાતના બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના પાલનપુર તાલુકાના કુશ્કલ ગામ થોડા દિવસોથી ખુબ ચર્ચામાં છે. ગામ ચર્ચામાં આવ્યું તેનું કારણ પણ ખરેખર ચર્ચાને લાયક છે. લોકો માણસોના નિભાવ માટે પણ નથી વિચારતા ત્યારે આ ગામના લોકોએ ગામના શ્વાનોના નિભાવ માટે વિચાર કર્યો છે. ટૂંકમાં જમીનના માલિક માણસો તો જોયા હશે પણ ગામના કુતરા જમીનના માલિક હોય તેવી કદાચ આ પહેલી ઘટના હશે. છે ને જાણવા જેવું ?

બનાસકાંઠાના પાલનપુર (Palanpur) તાલુકાના કુશ્કલ ગામ (Kushkal Village)માં 7000 જેટલી વસ્તી છે. સમૃધ્ધ ગામ છે અને ત્યાંના શ્વાન પણ સમૃધ્ધ છે. હા… ચોંકી ન જતા શ્વાન કે’તા કુતરાની જ આ વાત છે. ગામના કુતરા પણ સમૃધ્ધ છે તેની પાછળનું કારણ ગામના ઈતિહાસમાં જોવા જવું પડે છે.

કુશ્કલ ગામમાં 600 ઘર છે અને ગામના લોકો પાસે ખેતીની જમીન છે અને ખેતીનો વ્યવસાય કરે છે. પણ ગામના કુતરાના નામે પણ 20 વિઘા જમીન છે જેની કિંમત અંદાજે 5 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

વધુ વાંચો- રાજકોટમાં મહિલાને ફાર્મ હાઉસમાં લઈ જઈ બે-બે વખત બળાત્કાર કરી વિડીયો બનાવ્યો

એક ગુજરાતી ન્યુઝ વેબસાઈટના અહેવાલ પરથી માલુમ પડે છે કે, આ ગામ જ્યારે નવાબી શાસન હેઠળ હતું ત્યારે નવાબોએ ગામના લોકોને પાઘડીઓ તરીકે 20 વીઘા ખેતી કરવા લાયક જમીન આપી હતી. આ ગામના લોકો ધાર્મિક અને દયાળું સ્વભાવના હોય તેમણે વિચાર્યું હતું કે આપણે તો ગમે ત્યાં કામ કરી પેટયું રળી લઈએ પણ ગામના કુતરા માટે શું ? માટે તેમણે નવાબે આપેલી જમીનને કુતરા માટે આપી દીધી હતી.

વધુ વાંચો- સુત્રો મુજબ ભાજપ સી.આર. પાટીલને હટાવી રહ્યું છે; જાણો કોણે કહ્યું આવું

શ્વાના નામથી ગ્રામજનોએ જમીન રાખેલ હોય તેનું નામ પણ કુતરીયા છે. જમીનમાં ખેતી કરવા માટે હરાજી થાય છે જે રકમમાંથી ગ્રામજનો ગામના શ્વાનની સારસંભાળનો ખર્ચ કરે છે. શ્વાનને રોજ શીરો, લાડુ અને સુખડી જેવા ખોરાક પીરવામાં આવે છે અને આ જમીનથી શ્વાનનું જીવન નિર્વાહન થાય છે. Gujarati ma Janva Jevu.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...