Homeમનોરંજનપ્રેરણાદાયી કિસ્સો - TCS માં લાખો રૂપિયાની નોકરી છોડીને કૃષિક્ષેત્રે જંપ લાવ્યું...

પ્રેરણાદાયી કિસ્સો – TCS માં લાખો રૂપિયાની નોકરી છોડીને કૃષિક્ષેત્રે જંપ લાવ્યું | Gujaratima Janva Jevu

-

બીટેક પછી ટીસીએસની નોકરી છોડી ખેતી શરૂ કરી, આજે ખૂદ સાથે ખેડૂતોની પણ વધારી આવક

Gujarati Janva Jevu IT એન્જીનીય Rakesh Mahanty એ TATA ની નોકરી છોડી, ખેતીમાં 85 ગ્રામવાસીઓની આવકમાં વધારો કર્યો…

રાકેશ કુમાર મહંતી(Rakesh Mahanty)એ વર્ષ 2012 માં BIT બેંગ્લોરથી BTech કર્યું હતું. ટીસીએસમાં કેમ્પસ સિલેક્શન થયું. 4 વર્ષ સુધી નોકરી કરી, પણ મન લાગ્યું નહીં તો તેમણે ગામમાં પાછા ફરવાનું મન બનાવ્યું અને ખેતીવાડી કરવાની યોજના સાથે ઝારખંડના જમશેદપુર જિલ્લાના પટમાદા ગામ પરત આવ્યાં હતાં. ઘરે પરત ફર્યા પછી તેમણે સૌથી પહેલા બેઝિક્સ સમજવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને જમશેદપુરની એક્સએલઆરઆઈ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં ઉદ્યોગસાહસિકતા વિકાસનો કોર્સ કર્યો. ખેડૂતો અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે સંપર્ક કર્યો.

આ પછી તેમણે નક્કી કર્યું કે સમસ્યાને સ્થાનિક સ્તરે જ ઉકેલી શકાય છે. રાકેશે 5 ખેડૂતોની ટીમ બનાવી અને પોતાની નાની જમીન પર મોડેલ ખેતી શરૂ કરી. શાકભાજીની સાથે સાથે મકાઈ અને બાજરીની ખેતી શરૂ કરી. આજે સ્થિતિ એ છે કે, 85 ખેડૂતોની આવક તેમની સાથે વધી છે. આખું ગામ તેને અનુસરે છે. વર્ષ 2017 માં રાકેશે સોશિયલ ઉદ્યમ બ્રુક એન બીઝની શરૂઆત કરી. આ સાથે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવી તે શીખે છે.

ગુજરાતી જાણવા જેવી વધુ સ્ટોરીઓ – દુનિયાનો રહસ્યમય ટાપુ જે સોંદર્યથી છે ભરપુર,પણ રહેવા કોઈ રાજી નથી

જરૂરી બિયારણ, ખાતર, ખેતીના આધુનિક સાધનો વિશે માહિતી મેળવે છે. ઉદ્યમથી સંકળાયેલા ખેડૂતો એકબીજા સાથે જ ખેતી, સંસાધનો, જ્ઞાન, સાધનો, શ્રમ અને મશીનરી વહેંચે છે. તેમને આમાંથી નફો પણ મળે છે. ખેતમજૂરોને પણ આવક થાય છે. અત્યારે દેશભરમાંથી 200 ખેડૂતો તેમની સાથે સંકળાયેલા છે અને સતત શીખી રહ્યા છે.

રાકેશ ખેડૂત શાળા પણ ચલાવે છે. ત્યાં તે ખેડૂતોને ઓર્ગેનિક અને આધુનિક ખેતી તકનીકોની મફત તાલીમ આપે છે. કૃષિ અધિકારીઓએ રાકેશની ઘણી પ્રશંસા કરી છે. તેઓએ તેમને યુવાનોમાં રોલ મોડેલ બનાવ્યા છે. જો તે સારા અભ્યાસ બાદ ખેતીમાં પાછો ફર્યો છે, તો લોકો તેને આદર્શ માને છે. એક તરફ તે હાઇટેક ખેતી અને માર્કેટિંગ પણ કરી રહ્યો છે.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...