Homeજાણવા જેવુંવિડીયોમાં જૂઓ કેવી રીતે પણ થાય છે વરસાદનો વરતારો, કાચી માટીની કુલડી...

વિડીયોમાં જૂઓ કેવી રીતે પણ થાય છે વરસાદનો વરતારો, કાચી માટીની કુલડી અને ટીટોડીના ઈંડા બને છે માધ્યમ

-

Gujaratima Janva Jevu ગુજરાતીમાં જાણવા જેવું : દેશ ખેતી પર નિર્ભર હોય ખેડૂતો અર્થવ્યવસ્થામાં મહત્વનો ભાગ ભજવે છે. એઝ રીતે ખેતી અને ખેડૂતો નિર્ભર છે વરસાદ પર એટલે ખેતી માટે સિંચાઈમાં વરસાદની મુખ્ય ભૂમિકા છે. દેશના ખેડૂતો વર્ષોથી વરસાદનો વરતારો જોવા માટે વિવિધ પરંપરાગત પ્રયોગો કરતા હોય છે. જેમાં ટીટોડીના ઈંડા મુકવાના સ્થલી ઉંચાઈ તેમજ વૃક્ષ પર ફૂલ, ફળ અને પવનની દિશા પરથી પણ વરસાદનો વરતારો કરવામાં આવે છે. આ પ્રકારના વિવિધ વરતારા વિશે વાયરલ થયેલા વિડીયો Video પર આપણે આ અહેવાલમાં વિસ્તૃત માહિતી આપવાનો પ્રયાસ કરીશું.

વિજ્ઞાનનો વિપૂલ પ્રમાણમાં વિકાસ અને પ્રચાર-પ્રસાર થતા પહેલા પ્રાચીન વિદ્યા મુજબ વરસાદનો વરતારો જોવાતો. આજે પણ કેટલાક ખેડૂતો આ પધ્ધતિથી વરસાદની આગાહી કરે છે. કચ્છના મુન્દ્રા તાલુકાના પત્રી ગામના ખેડૂતના રણછોડભાઈ આહિરના ખેતરમાં ટીટોડી પક્ષીએ ઈંડા મુક્યા છે. તારીખ 5 મેના રોજ ટીટોડીએ મુકેલા ઈંડા પરથી વરતારો કેવી રીતે કર્યો તે વિડીયો Video માં જોઈએ.

પૌરાણિક કથાઓ જેવી લાગતી વારતારો કરવાની પધ્ધતીમાં ટીટોડી 4 અથવા તેના કરતા વધારે ઈંડા મુકે તો સારો અને સમયસર વરસાદ થશે તેમ માનવામાં આવે છે. વળી ટીટોડી કેટલી ઊંચાઈ એ મુકે તેના પરથી વરસાદનો વ્યાપ ધોધમાર રહેશે કે મંદ તે નક્કી કરે છે. ટીટોડી જો ઈંડા વૈશાખ મહિનાના અંતમાં મુકે છે તો ચોમાસું વહેલું થાય તેવું માનવામાં આવે છે. એ પ્રકારે આ વર્ષે ટીટોડીએ 4 કરતા વધારે ઈંડા મુક્યા છે તેથી તર્ક લગાવાય છે કે ચોમાસું સારુ રહેશે. બીજી તરફ તર્ક તો એવો પણ લગાવાઈ રહ્યો છે કે ટીટોડી જુદા-જુદા વિસ્તારો અને જગ્યા પર અલગ અલગ રીતે ઈંડા મુકે છે અને તેમ વરસાદની પણ લોકો પોતાના વિસ્તારમાં મુકાયેલા ઈંડાઓને આધારે આગાહી કરતાં હોય છે.

આવી જ એક અન્ય પ્રથા પણ પ્રચલીત છે જેમાં વરસાદનો વરતારો તાજી માટીની કુલડી બનાવી વરસાદની આગાહી કરવામાં આવે છે. કુંભાર પાસે ચાકડાથી માટીની 4 કુલડી બનાવડાવી કાચી કુલડીમાં પાણી ભરવામાં આવે છે. ચાર કુલડીમાં એક કુલડીનો એક મહિનો એમ ચાર મહિનાની ચાર કુલડી ગણવામાં આવે છે. કાચી માટીની કુલડી ન હોય એટલે તેને પકાવવાની નથી હોતી અને તાજી બનાવીને તરત જ પ્રયોગમાં ઉપયોગ કરાય છે. કાચી માટીની કુલડીમાં પાણી ભરવાથી કુલડી ફાટી જાય અને પાણી વહી જાય છે. આ વીડિયોમાં પણ જોઈ શકાય છે કે આવું જ ગામના લોકો કરી રહ્યાં છે.

ગુજરાતીમાં જાણવા જેવું : વિડીયોમાં જૂઓ કેવી રીતે પણ થાય છે વરસાદનો વરતારો – Janva jevu 2022

કાચી માટીની કુલડીમાં પાણી ભરી ફાટી જાય તેના ક્રમ મુજબ કયા મહિને કેવો વરસાદ વરસસે તે માનવામાં આવે છે. માન્યતા છે કે ક્રમ પ્રમાણે માટીની કુલડી ફાટી જાય તેના આધારે વરસાદનો વરતારો કરી શકાય છે. સારો વરસાદ પડે અને ખેડૂતોનું કાચું સોનું પેદા કરવામાં સિંચાઈનું પાણી મળી રહે તે માટે તેઓ વરસાદની રાહ કાગડોળે જોતા હોય છે.  

(નોંધ : અહીં પ્રાચીન પ્રથા અંતર્ગત જે તે વ્યક્તિ કે સમુદાય દ્વારા એક અંગત તારણ રજૂ કરવામાં આવ્યું છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. આ એક માત્ર જ્ઞાન લેવા પુરતી બાબત છે, જેનું સમર્થન કે વિરોધ સત્યમંથન કરતું નથી. હવામાન સંબંધિત બધી જ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવુ.)

Must Read