Homeમનોરંજનજુઓ Viral Video - સર્કસમાં રીંછએ મહિલા ટ્રેનર પર કર્યો હુમલો

જુઓ Viral Video – સર્કસમાં રીંછએ મહિલા ટ્રેનર પર કર્યો હુમલો

-

સોશિયલ મીડિયાની દુનિયામાં પ્રાણીઓ સાથે જોડાયેલા વીડિયો વારંવાર વાયરલ થતા રહે છે. આમાંથી કેટલાક ખૂબ રમુજી હોય છે, જ્યારે કેટલાક એવા હોય છે કે તેને જોયા પછી વ્યક્તિના હૃદયના ધબકારા વધી જાય છે. અત્યારે ઇન્ટરનેટ પર સર્કસનો એક વીડિયો સામે આવ્યો છે. તે જોયા પછી, કોઈપણના રૂવાંટા ઉભા થઈ જશે. વાયરલ વીડિયોમાં એક રીંછ અચાનક ગર્ભવતી મહિલા પર હુમલો કરે છે. આ જોઈને ત્યાં બેઠેલા દર્શકો પણ ડરી જાય છે.

Gujarati Janva Jevu – જુઓ  રશિયાના ઓરયોલના સર્કસ નો વાયરલ થયેલો વિડીઓ

આ ચોંકાવનારી ઘટના રશિયાના ઓરયોલ શહેરની છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દર્શકો સર્કસમાં પ્રાણીઓની મજા માણી રહ્યા છે. આ દરમિયાન જ્યારે રીંછનું કાર્ય આવે છે, ત્યારે દર્શકો વધુ ઉત્સાહિત થઈ જાય છે. આ દરમિયાન, રીંછ જુદી જુદી કલાબાજી બતાવતું જોવા મળે છે.

વાયરલ વીડિયો ક્લિપમાં, વાદળી ડ્રેસમાં ગર્ભવતી મહિલા ટ્રેનર મોટા રીંછને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ પછી જે થાય છે, કદાચ તેના વિશે ખબર સર્કસના લોકોને પણ નહીં હોય. રીંછ તરત જ હિંસક બની જાય છે અને મહિલા ટ્રેનર પર હુમલો કરે છે. આ પછી રીંછ મહિલાને તેના પંજા સાથે પકડે છે અને તેને જમીન પર પછાડી દે છે. આ દ્રશ્ય એટલું ભયાનક છે કે ત્યાં બેઠેલા દર્શકો એકદમ ડરી જાય છે. દરમિયાન અન્ય ટ્રેનર મહિલાને રીંછની પકડમાંથી મુક્ત કરવાનો પ્રયાસ કરે છે.

યુટ્યુબ પર શેર કરેલો માત્ર 12 સેકન્ડના આ વિડીયોને જોયા પછી કોઈના રૂવાંટા ઉભા થઈ ગયાં. તમને જણાવી દઈએ કે આ અકસ્માત બાદ મહિલાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. મહિલાનું કહેવું છે કે તેને બે જગ્યાએ ઈજા આવી હતી. સદ્દનસીબે તેના બાળકને કંઈ થયું નથી. મહિલાનું કહેવું છે કે તે ગર્ભવતી હતી, જેના કારણે રીંછ ખૂબ જ ચિડાઈ રહ્યું હતું. એટલા માટે તેણે તેના પર હુમલો કર્યો. હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. તેમજ આ રીંછનો કોઈપણ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Must Read