Homeમનોરંજનઆ મહાન વ્યક્તિએ રખડતા કૂતરાઓને આશરો આપવા માટે પોતાની 20 ગાડીઓ અને...

આ મહાન વ્યક્તિએ રખડતા કૂતરાઓને આશરો આપવા માટે પોતાની 20 ગાડીઓ અને ત્રણ ઘર વેચી નાંખ્યા

-

ગયા વર્ષે (2020) એક વીડિયો વાયરલ થયો હતો
જેમાં તેલંગાણાના સિદ્દીપેટ જિલ્લામાંથી બે દિવસમાં આશરે 100 કૂતરાઓને ઝેર આપીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ ઘટનાને કોમ્પેશનેટ સોસાયટી ઓફ એનિમલ્સ (CSA)ની સભ્ય વિદ્યાએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા દ્વારા આ ઘટનાને સામે લાવી. મ્યુનિસિપલ કોર્પોરેશન પર કૂતરાઓની સંખ્યા ઘટાડવા માટે તેમને ઝેર આપવાનો આરોપ હતો. તે ખૂબ જ ક્રૂર છે કે એક પ્રાણીના જીવનનું મૂલ્ય નથી સમજી શક્યા. જોકે, દેશમાં આવા ઘણા લોકો છે જેમણે નિરાધાર કૂતરાઓ માટે બધું બલિદાન આપ્યું છે. રાકેશ એક એવું જીવંત ઉદાહરણ છે. તેમણે રખડતા કૂતરાઓને આશ્રય આપવા માટે 20 ગાડીઓ અને ત્રણ મકાનો વેચ્યા.

Gujarati Janva Jevu – જાણો રાકેશ શુક્લા ‘ડોગ ફાધર’ તરીકે કેવી રીતે પ્રખ્યાત થયા

શ્રેણી કેવી રીતે શરૂ થઈ?
આજે રાકેશ ‘ડોગ ફાધર’ તરીકે પ્રખ્યાત થયો છે. 48 વર્ષીય રાકેશ એક બિઝનેસમેન છે જેણે બેંગલુરુમાં પોતાનો બિઝનેસ શરૂ કરતા પહેલા વિશ્વભરમાં પ્રવાસ કરવાની સાથે સાથે કામ પણ કર્યું હતું.

મીડિયા સાથે વાત કરતા રાકેશએ કહ્યું
એક સમય હતો જ્યારે તે માત્ર વાહનો અને મકાનો દ્વારા સફળતા સમજતો હતો. એક સમય હતો જ્યારે તેની પાસે 20 થી વધુ વાહનો હતા. પરંતુ, તેની વિચારસરણી બદલાઈ ગઈ છે અને હવે તેના જીવનનો હેતુ એ છે કે બને તેટલા શ્વાનને બચાવવાનો છે. આ માટે તેણે પોતાની 20 થી વધુ કાર અને ત્રણ મકાનો પણ વેચ્યા હતા.

રાકેશે 800 થી વધુ રખડતા કૂતરાઓ અથવા ત્યજી દેવાયેલા કૂતરાઓ માટે ફાર્મ હાઉસ (શ્વાન અભયારણ્ય) તૈયાર કર્યું છે
તેના ફર્મમાં 7 ઘોડા અને દસ ગાય પણ છે. અહીં કોઈ પ્રાણીને સાંકળોથી બાંધીને રાખવામાં આવતી નથી. જ્યારે તે ઇચ્છે ત્યારે તે સ્વિમિંગ પુલમાં તરી શકે છે અને જ્યારે તેને લાગે છે ત્યારે તે ખેતરમાં ઘાસ ચરાવે છે. વિસ્તારના લોકો રાકેશને એવી રીતે ઓળખે છે કે તેઓ નિરાધાર કૂતરાઓને બચાવવા માટે જ તેણે તેનું જીવનનું બલિદાન આપ્યું છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

રાકેશ જે કૂતરાઓને ઉછેરી રહ્યા છે
તેમાં માત્ર શેરીઓના જ કૂતરાઓ જ નથી. તેની પાસે એવા શ્વાન પણ છે જે એક સમયે મેંગલોર પોલીસમાં ફરજ બજાવી ચૂક્યા છે. હકીકતમાં, દળોમાં રહેલા શ્વાનને એક ઉંમર પછી ઓછા સક્રિય હોવાને કારણે અલગ રાખવામાં આવે છે. આ કૂતરાઓને મારી શકાતા નથી, તેથી તેમને ડોગ હાઉસમાં રાખવામાં આવે છે, જેમાં રાકેશ મદદ કરે છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

તમને જણાવી દઈએ કે, ખાસ કરીને ભારતમાં આ રખડતા કૂતરાઓની હાલત વધુ ખરાબ છે. ક્યારેક રસ્તા પર કારની નીચે આવીને માર્યા જાય છે, તો ક્યારેક તેઓ માનવ ક્રૂરતાનો શિકાર બને છે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...