Homeમનોરંજનજાણો - આઈએએસ અધિકારીએ વિદેશની નોકરી છોડી દેશની ધરતીને બચાવવા શું કર્યું

જાણો – આઈએએસ અધિકારીએ વિદેશની નોકરી છોડી દેશની ધરતીને બચાવવા શું કર્યું

-

દેશમાં ઘણાં એવા અધિકારીઓ છે જેઓ તેમના કામને ‘કામ’ નહીં પણ ‘કર્મ’ માને છે. આનું સૌથી મોટું ઉદાહરણ છે હરી ચાંદના દેસારી. ચાંદનાએ વિદેશમાં નોકરી છોડીને દેશની ધરતી પર જ કંઈક કરવાનું નક્કી કર્યું. આજે વહીવટી અધિકારી હરી ચાંદના લાઇમલાઇટથી દૂર ભારતની એક મોટી સમસ્યા કચરાનો ઉકેલ શોધવાની દિશામાં કામ કરી રહી છે.

Gujarati Janva Jevu – આઈએએસ અધિકારીએ નકામી વસ્તુમાંથી બનાવ્યો અનોખો કબાટ, દેશની ધરતીને બચાવવા માટે છોડી દીધી વિદેશની નોકરી

હૈદરાબાદમાં ઝોનલ કમિશનર હરી ચાંદના દેસારીએ શહેરની ગંદકી વધારી રહેલી પ્લાસ્ટિકની પાણીની બોટલ અને ઠંડા પીણાની બોટલોને કચરાના સંચાલનની આવડતના કારણે હરિયાળી ક્રાંતિમાં રૂપાંતરિત કરી છે. એટલું જ નહીં, જૂના ટાયર, તેલના મોટા મોટા ડ્રમ્સ કે જે ક્યાંય ઉપયોગમાં લેવાતા ન હતા, આજે તેમનો રંગ પણ બદલાઈ ગયો છે

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી એન્વાયરમેન્ટ ઇકોનોમિક્સમાં એમએસસીનો અભ્યાસ કરનારી ચાંદનાને પોતાની ક્ષમતાના બળ પર વિશ્વ બેંકમાં નોકરી કરી. તેમણે લંડનમાં બીપી શેલ જેવી કંપનીઓ સાથે પણ કામ કર્યું હતું, પરંતુ આ બધું હોવા છતાં તેઓ ભારત માટે કંઇક કરવા માંગતા હતા. તેથી તેમણે IAS બનવાનું નક્કી કર્યું અને વર્ષ 2010 માં ચાંદનાએ તેના બીજા પ્રયાસમાં UPSCની પરીક્ષા પાસ કરી લીધી.

આઈએએસ અધિકારી બનીને ચાંદનાએ દેશની ગંદકી સાફ કરવાનું કામ હાથમાં લીધું

તેમણે સૌપ્રથમ હરિયાળી ક્રાંતિ દ્વારા પ્લાસ્ટિકની બોટલોમાં છોડ રોપ્યા હતા. આ પછી, હૈદરાબાદના રસ્તાઓ અને 120 પાર્કોને કચરાની બોટલથી શણગારવામાં આવ્યા હતા. ચાંદના કહે છે કે જ્યારે તેમણે પ્રયોગો શરૂ કર્યા ત્યારે વિભાગના ઇજનેરોએ કહ્યું કે તેનાથી કંઇ થશે નહીં. તેમણે કહ્યું કે મેં તેને એક ચેલેન્જ તરીકે લીધી અને પરિણામ તમારી સામે છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

ચાંદના કહે છે

‘મેં જોયું કે નગરપાલિકાની ઓફિસમાં વપરાસમાં ન લેવાતા ટાયર પડેલા છે, મેં તેને સાફ કરીને પેઇન્ટિંગ કર્યા અને ઓફિસમાં આવતા લોકો માટે તેને ઉપયોગી બનાવી દીધાં, પછી પાછળથી તેને પાર્ક કરવામાં આવ્યા અને સામાન્ય લોકોના ઉપયોગ માટે પાર્કમાં રાખવામાં આવ્યાં. ચાંદનાએ શહેરમાં ડોગ પાર્ક બનાવ્યો છે, જ્યાં શહેરના લોકો પાલતુ કૂતરા સાથે ફરવા જઈ શકે છે. ત્યાં 24 પ્રકારના સાધનો સ્થાપિત છે જ્યાં માલિકો તેમના કૂતરાઓને કસરત કરાવી શકે છે. હકીકતમાં હરી ચાંદનાએ તેના પિતાને બાળપણથી જ વહીવટી અધિકારી તરીકે કામ કરતા જોયા હતા, જે તેમના મનમાં અને હૃદયમાં કોતરેલા હતા.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....