Homeમનોરંજનઆ છે દુનિયાનો સૌથી ભયંકર પુલ, અહીં જવા પર રૂહ કાંપી ઉઠશે

આ છે દુનિયાનો સૌથી ભયંકર પુલ, અહીં જવા પર રૂહ કાંપી ઉઠશે

-

વિશ્વભરમાં ઘણી ખતરનાક જગ્યાઓ છે, જ્યાં લોકો રોમાંચક અનુભવ મેળવવા માટે મુલાકાત લેવા જાય છે. તેની વિશિષ્ટતા અને આશ્ચર્યજનક કારણોને લીધે, આ સ્થળો વિશ્વભરના ઘણા પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. તો આજે અમે દુનિયાના સૌથી ખતરનાક પુલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ

ત્યાં ગયા પછી તમારી રૂહ કંપી જશે
તમે અત્યાર સુધી આવા ઘણા પુલ જોયા હશે કે સાંભળ્યા હશે, જે દેખાવમાં ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે. પછી વાત તમે ચીનના ગ્લાસ બ્રિજની વાત કરો કે યુકેના રોપ બ્રિજની. દર વર્ષે વિશ્વભરમાંથી હજારો પર્યટક તેને જોવા જાય છે. બીજી બાજું આજે જે પુલની વાત કરવા જઈ રહ્યા છીએ તેની ગણતરી વિશ્વના સૌથી ખતરનાક પુલોમાં થાય છે. આ બ્રિજનું નામ ક્યૂ ઇસ્વાચક છે. આ પુલ કુઝકો ગામને પેરુ સાથે જોડે છે. આવો જાણીએ તેના વિશે વિગતવાર…

પેરુનો આ પુલ અહીંના આદિવાસીઓએ તેમની પરંપરાગત રીતે બનાવ્યો છે

આ બ્રિજ પર ચાલતા લોકોની રૂહ કાંપી જાય છે. ઘણીવાર જો કોઈ તેની પાસે જવાની હિંમત કરે છે તો તે રસ્તા વચ્ચે ઠોકર ખાય છે અને ચીસો પાડવા લાગે છે. આ એક મુખ્ય કારણ છે, જેના કારણે આ પુલનું નામ વિશ્વના સૌથી ખતરનાક પુલમાં સમાવવામાં આવ્યું છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

આ પુલની લંબાઈ 120 ફૂટ છે. અહીંના વતનીઓ જંગલી ઘાસના બનેલા દોરડાની મદદથી તેને બનાવે છે. આ પુલની ખાસ વાત એ છે કે તેને દર વર્ષે બનાવવામાં આવે છે. તેમજ કુઝકો ગામના જે લોકો આ પુલ બનાવે છે, તે લોકો દ્વારા તેની સલામતીની પ્રાર્થના કરવામાં આવે છે. જ્યારે પુલ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જાય છે. તે સમયે ગામના લોકો ખુશ થાય છે અને ખૂબ જ ઉજવણી કરે છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

પુલના નિર્માણમાં 3 દિવસ જેટલો સમય લાગે છે. આ પુલ નદી ઉપર બનાવવામાં આવ્યો છે. દર વર્ષે હજારો વિદેશી પ્રવાસીઓ તેને જોવા આવે છે. આ કારણોસર, પુલને વર્ષ 2013માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો. દર વર્ષે જે સહેલાણી આ પુલ જોવા માટે અહીં આવે છે આ જ પૈસાની મદદથી ગામની આજીવિકા ચાલે છે. પેરુમાં સ્થિત આ પુલનું નામ ઘણીવાર દેશ અને દુનિયામાં ચર્ચાનો વિષય બને છે.

Must Read