Homeમનોરંજનઆ બાળકની મહેનતને સલામ કરી રહ્યાં છે લોકો ! | Gujarati Janva...

આ બાળકની મહેનતને સલામ કરી રહ્યાં છે લોકો ! | Gujarati Janva Jevu

-

સવારે ઘરે ઘરે ન્યૂઝ પેપર પહોચાડે છે, પછી સ્કૂલે જાય છે, આ બાળકની મહેનતને સલામ કરી રહ્યાં છે લોકો !

જે લોકો સતત પ્રયત્ન કરે છે અને જેઓ અથાગ મહેનત કરે છે આ બંને લોકો ક્યારેય હારતા નથી. આ વાત તેલંગણાના બાળકનું સાબિત કરી રહ્યું છે જેને આ સમયે દરેક લોકો સલામ કરી રહ્યા છે. તેલંગાણાના જગતીયલનો નિવાસી જય પ્રકાશ શાળાએ જાય છે, પરંતુ તે પહેલા તે સવારે દરેકના ઘરે છાપુ આપવાનું કામ પણ કરે છે. ભણવા અને નોકરી કરવાની કોશિશ કરતો આ બાળકનો વીડિયો લોકોના દિલ જીતી ગયો.

તેલંગણાના મંત્રી કેટી રામારાવે ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે જગતીયાલ શહેરના આ વિડીયોએ દિલ જીતી લીધા. સરકારી શાળામાં ભણતા આ બાળકનું નામ જય પ્રકાશ છે. આ બાળકમાં આત્મવિશ્વાસ અને યોગ્ય વિચાર પ્રશંસનીય છે. રાવ આગળ લખે છે કે બાળક કહે છે – કામ કરતી વખતે ભણવામાં શું નુકસાન છે. આ તેના ભવિષ્યને સુરક્ષિત કરશે.


આ વીડિયોમાં તેલુગુ ભાષામાં વાત કરવામાં આવી રહી છે અને આ મહેનતુ બાળકને પૂછવામાં આવી રહ્યું છે કે તે શું કામ કરે છે? તેનો જવાબ આપતા આ બાળક કહે છે કે કામ અને અભ્યાસ બંને એકસાથે કરવામાં કોઈ જ નુકસાન નથી. આ વીડિયો ટ્વિટર પર આવતાની સાથે જ વાયરલ થયો હતો. હવે ઘણા લોકો આને શેર કરી રહ્યા છે. વીડિયોને 1,99,300 વ્યૂઝ મળ્યા છે, જ્યારે તેને 3077 વખત રીટ્વીટ કરવામાં આવ્યું છે. પોસ્ટ પર અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લાઈક્સ આવી ચૂકી છે.

જુઓ વીડિઓ – ‘ભવિષ્યમાં બનશે કલામ’ આ છોકરો

Must Read